દેશમાં ત્રીજી લહેર અને સ્કૂલ ખોલવા અંગે જાણો વાયરોલોજિસ્ટ ડૉ. ગગનદીપે શું કહ્યું

PC: indiatimes.com

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ચોથા સીરો સર્વેના પરિણામ જાહેર કરી દીધા છે. જૂન અને જુલાઈનમાં 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં આ સર્વે કરવામાં આવ્યો અને 67.6% લોકોમાં કોવિડ-19 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે. સીરો સર્વેના પરિણામ કોવિડ-19 મહામારી વિરુદ્ધ આશાનું કિરણ બનીને આવ્યા છે, પરંતુ શું એમ કહી શકાય કે ભારતમાં હર્ડ ઈમ્યુનિટી બની ચુકી છે? શું ભારતમાં ત્રીજી લહેર નહીં આવશે? આ અંગે દેશના ટોપ વાયરોલોજિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગે કેટલીક માહિતી આપી હતી.

ICMRએ અત્યારસુધીમાં ચારવાર બ્લડ સીરમ સર્વે કર્યા છે. જૂન-જુલાઈ 2021માં કરવામાં આવેલા ચોથા સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે, 67.6% લોકોમાં એન્ટીબોડી બની ચુકી છે. 85% આબાદીમાં એન્ટીબોડી બનશે તો હર્ડ ઈમ્યૂનિટી બની શકે છે. એટલે કે તેના કારણે વાયરસ ખતમ તો નહીં થઈ જાય, પરંતુ તેની ઘાતક અસર જોવા નહીં મળશે.

ICMRએ સ્કૂલ ખોલવાની ભલામણ કરી છે. સર્વેમાં 6થી 17 વર્ષ સુધીના બાળકોમાં સીરો-પ્રિવેલન્સ 60% સુધી પહોંચી ગયો છે. એટલે કે 60% બાળકોના શરીરમાં એન્ટીબોડી બની ગઈ છે, પરંતુ સ્કૂલ ખોલતા પહેલા તમામ ટીચર્સ, સ્ટાફે વેક્સીન મુકાવવી પડશે. બાળકોને માસ્ક પહેરતા શીખવવુ પડશે. ક્લાસરૂમમાં વેન્ટિલેશન સારું હોવુ જોઈએ. સૌથી જરૂરી વાત એ છે કે, કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ ટ્રિગર પોઈન્ટ નક્કી કરવો જોઈએ. તેનો મતલબ એ છે કે, જો કેસ વધે તો સ્કૂલોને બંધ કરવાની તૈયારી હોવી જોઈએ. જેવી પરિસ્થિતિ બનશે, તે પ્રમાણે નિર્ણય લેવો જોઈએ.

ભારતમાં એક મહિનામાં નવા કેસ 40 હજાર પર અટકી ગયા છે, તે અંગે ડૉક્ટર કંગે કહ્યું હતું કે, કેસ તો આવતા રહેશે. તેનાથી ગભરાવાની જરૂર નથી. તમે સીરો-પ્રિવેલન્સ ડેટા જોશો તો 30% કરતા વધુ આબાદી હજુ પણ કોરોનાથી ઈન્ફેક્ટ નથી થઈ. અથવા તેમનામાં એન્ટીબોડી નથી બની. આ આંકડો આશરે 40-45 કરોડ છે. તેમને હજુ પણ કોરોનાથી જોખમ છે. આપણે ભારતમાં વેક્સીનેશનની સ્પીડ વધારવી પડશે. ત્રીજા અને ચોથા સીરો સર્વેમાં સીરો-પ્રિવેલન્સનું અંતર વધ્યુ છે. ગ્રામીણ વિસ્તારોમાં 45% અને શહેરી વિસ્તારોમાં 35% વધ્યું છે. આગળ આટલી સ્પીડમાં સીરો-પ્રિવેલન્સ નહીં વધશે. એટલે કેસ તો આવશે જ.

ત્રીજી લહેર અંગે ડૉ. ગગનદીપ કંગે કહ્યું હતું કે, ત્રીજી લહેર આવી શકે છે, પરંતુ સારી વાત એ છે કે, અત્યારસુધી જે પણ વેરિયન્ટ આવ્યા છે, તેમના પર પહેલાથી જ બનેલી એન્ટીબોડી અને વેક્સીનની થોડી અસર તો થઈ છે. આ જ કારણે આપણે કહી શકીએ કે, જો આ એન્ટીબોડીથી બચીને નીકળનારો કોઈ વેરિયન્ટ આવશે તો પણ ત્રીજી લહેર એટલી ભયાનક નહીં બનશે, જેટલી બીજી લહેર હતી.

ત્રીજી લહેર અંગે જે ડરાવનારા મોડલ આવ્યા છે, તે અંગે ડૉક્ટર કંગે કહ્યું હતું કે, જે મોડલ્સ બનાવી રહ્યા છે, તેમને ઈન્ફેક્શિયસ ડિસીઝ અંગે કોઈ સમજ નથી. તેઓ મેથેમેટિશિયન છે. કમ્પ્યુટર ડેટાના આધાર પર પ્રિડિક્શન જાહેર કરે છે. પેંડેમિકની સ્ટડી ખૂબ જ સ્પેશ્યલાઈઝ્ડ ફીલ્ડ છે. ડૉ. ગૌતમ મેનને IISc અને અન્ય સંસ્થાઓ સાથે મળીને મોડલ બનાવ્યા છે, તે હકીકતની નજીક છે, તેમા કોઈ પ્રિડિક્શન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp