કોરોનાઃ ગિલિયડની દવા રેમડેસિવિરનની કિંમત પ્રતિ રોગી 1.77 લાખ રૂપિયા રહેશે

PC: tmgrup.com

ગિલિયડ લાઇફ સાયન્સ નામની કંપનીએ કોરોના વાયરસ સારવાર માટે જે દવા રેમડેસિવિર બનાવી છે, તેની કિંમત કંપનીએ લગભગ 1.77 લાખ રૂપિયા રાખી છે. ગિલિયડ કંપનીએ કોરોનાની સારવાર માટે રેમડેસિવિર દવાના 5 દિવસના કોર્સની વાત કરી છે. આ દવાના સિંગલ કોર્સની કિંમત ગિલિયડે 390 ડૉલર રાખી છે. આ હિસાબે પાંચ દિવસના કોર્સની કિંમત લગભગ 1950 ડૉલર એટલે કે લગભગ 1.77 લાખ રૂપિયા થાય છે. જો વાત અમેરિકાની ખાનગી વીમા કંપનીઓની કરીએ તો તેના માટે રેમડેસિવિરના સિંગલ ડોઝની કિંમત 520 ડૉલર રાખવામાં આવી છે.

ગિલિયડ કંપનીએ કોરોનાની સારવાર માટે 5-6 દિવસના કોર્સ કરવાની વાત કરી છે. કંપનીએ રેમડેસિવિર નામની જે દવા બનાવી છે તેના એક ડોઝની કિંમત લગભગ 520 ડૉલર રાખવામાં આવી છે. એવામાં કોરોના દર્દીને 6 દિવસમાં 6 દવાના ડોઝની જરૂર રહે છે. જેની કુલ કિંમત 3120 ડૉલર (લગભગ 2.35 લાખ રૂપિયા) રહેશે.

કંપનીએ કહ્યું છે કે, ગંભીર રીતે બીમાર કોરોના દર્દી માટે અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં સરકારી સ્વાસ્થ્ય કાર્યક્રમો દ્વારા કવર કરવામાં આવેલા લોકો માટે વિશિષ્ટ ઉપચાર માટે તેઓ 2340 ડૉલર ચાર્જ કરશે.

ગિલિયડ સાયન્સે રેમડેસિવિરની કિંમતની જાહેરાત કરી અને કહ્યું કે ખાનગી વીમા કંપનીઓ કે કમર્શ્યિલ પ્લેયર માટે તેની એક શીશીની કિંમત 520 ડૉલર રહેશે, જેના માટે તેમણે 5 દિવસના કોર્સની કિંમત 3120 ડૉલર આપવાના રહેશે.

ગિલિયડે કહ્યું છે કે, 127 ગરીબ કે મધ્યમ દેશોમાં ગિલિયડ જેનેરિક નિર્માતાઓને દવા પૂરી પાડવાની પરવાનગી આપી રહ્યું છે. જ્યાં બીમારીની સારવાર માટેના કોર્સની કિંમત 600 ડૉલર રાખવામાં આવી છે. કોરોના નામની આ મહામારીમાં લાભ દેખાડનારી પહેલી દવા રેમડેસિવિરની કિંમત ખૂબ જ વધારે રાખવામાં આવી છે. જ્યારે 6 મહિનામાં આ બીમારીએ વૈશ્વિક રીતે 5 લાખથી વધારે લોકોના જીવ લીધા છે.

કંપનીએ કહ્યું છે કે, તે અમેરિકા અને અન્ય દેશોમાં લગભગ 2.5 લાખ રેમડેસિવિર દવા દાનમાં આપવા જઈ રહી છે. કંપની તેની સપ્લાઇ વધારવામાં સતત કામ કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં કંપની લગભગ 20 લાખ ટ્રીટમેન્ટ કોર્સ તૈયાર કરી લેશે.

જાણ હોય તો દુનિયાભરમાં આ વાયરસથી 500390 લોકોના મોત થયા છે. 1,00,99,576 કોરોના સંક્રમિત કેસો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 1 કરોડથી વધુ લોકો તેના સકંજામાં આવી ગયા છે. અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp