સરકારની નવી એડવાઇઝરી- 32 ટકા લોકો હજુ હાઇ રિસ્કમાં છે એટલે મુસાફરીમાં કાળજી લેજો

PC: scroll.in

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મુસાફરી માટે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે વેકસીનના બનેં ડોઝ લીધા પછી જ ટ્રાવેલ કરવું હિતાવહ છે. આરોગ્ય મંત્રાલયે ગાઇડ લાઇનમાં 7 વાત કરી છે.

ઢિલાઇને કોઇ સ્થાન નથી

ICMR દ્રારા કરવામાં આવેલા ચોથા સીરો સર્વેમાં જણાવ્યા મુજબ 67.6 ટકા લોકોમાં એંટીબોડી બની છે જે કોરોનાની સામે આશાનું કિરણ છે, પરંતુ હજુ પણ કોઇ પણ પ્રકારની ઢિલાઇ નહીં આપી શકાય. 32 ટકા લોકો હજુ પણ કોરોનાથી સુરક્ષિત નથી

લોકલ અને જિલ્લાવાર સ્થિતિ અલગ હોય શકે-

સરકારે કહ્યું કે લોકલ અથવા જિલ્લા સ્તર પર સ્થિતિ અલગ હોય શકે છે. સીરો સર્વેમાં ઓવર ઓલ સ્થિતિ દર્શાવવામાં આવે છે.

-સ્ટેટ લેવલ પર એકશન જરૂરી છે-

રાજયોએ સ્થાનિક લેવલે સીરો સર્વે ચાલું રાખવો જોઇએ, જેથી એ વાતની ખબર પડ કે કોવિડ સામે વસ્તીના કેટલાં લોકો સુરક્ષિત છે.

ત્રીજી લહેરની સંભાવના છે-

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. હકિકતમાં, કેટલાંક રાજયોમાં કોરોનાની સામે હાઇ લેવલ ઇમ્યૂનિટી જોવા મળી છે, જો કે કેટલાંક રાજયોમાં હજુ નીચી છે.

બિનજરૂરી મુસાફરીથી બચવું જોઇએ- 

જુલાઇના પહેલા સપ્તાહથી કેટલાંક રાજયોએ પ્રતિબંધમાં છુટછાટ આપીહતી. જેને કારણે ટૂરિસ્ટ સ્પોટ અને માર્કેટમાં ભીડ ઉમટી રહી છે, જેને કારણે સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. લોકો બિનજરૂરી મુસાફરી કરવાથી બચવું જોઇએ

સભાઓ ન કરવી જોઇએ- 

કેટલાંક રાજયોએ સભાઓ કરવા પર પ્રતિબંધમાં ઢીલ મુકી છે, પરંતુ અત્યારે સભા કરવાથી બચવા જેવુ છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સરકારે કાવડ યાત્રા રદ કરી દીધી છે.

વેકસીનના બે ડોઝ લીધા પછી જ મુસાફરી કરવી- 

સરકારે કહ્યું કે વેકસીનના બનેં ડોઝ લીધા પછી ટ્રાવેલ કરવું જોઇએ.

ICMRના સીરો સર્વેમાં  આ 4 વાત ધ્યાન પર આવી છે. (1) 6થી 9 વર્ષના બાળકોમાં 57.2 ટકા અને 10થી 17 વર્ષના બાળકોમાં 61.6 ટકા બાળકોમાં એંટી બોડી મળી છે. (2) 18થી 44 વર્ષના 66.7 ટકા, 45થી 60 વર્ષના લોકોમાં 77.6 ટકા અને 60 વર્ષની ઉપરની ઉંમરમાં 76.7 ટકા એંટી બોડી મળી (3) 69.2 ટકા મહિલાઓ અને 65.8 ટકા પુરુષોમાં એટીં બોડી મળી (4) શહેરી વિસ્તારમાં વસતા 69.6 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 66.7 ટકા લોકોમાં એંટી બોડી મળી

એંટીબોડી ડેવલપ કરવામાં મોટી સંખ્યામાં બાળકો મેલ છે. ICMRના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવે કહ્યું છે કે શાળાઓ ખોલી શકાય છે, કારણ કે એડલ્ટની સરખામણીએ બાળકોમાં સંક્રમણમનું જોખમ ઓછું છે. તેમણે સજેશન કર્યું છે કે શરૂઆતમાં પ્રાયમરી સ્કુલ અને તે પછી સેકન્ડરી શાળાઓ  ખોલવી જોઇએ

ડો. ભાગર્વે કહ્યું કે નાના બાળકો વાયરસને આસાનીથી હેંડલ કરી શકે છે. બાળકોના લંગ્સમાં એ રિસેપ્ટર્સ ઓછા હોય છે, જેની પર વાયરસ એટેક કરતો હોય છે. શાળાઓ ખોલવામાં આવે તો ટીચર્સ અને પુરા સ્ટાફે વેકસીનના બનેં ડોઝ લીધા હોવા જોઇએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp