કોરોના ઈફેક્ટઃ દેશભરના ટોલપ્લાઝા પર નહીં વસૂલાય કોઈ ટોલ ચાર્જ

PC: itstrendingnow.com

દેશમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કેસને ધ્યાને લઈને પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સેવામાં રોકાયેલા લોકોનું કામ સરળ કરવા દેશમાં અનિશ્ચિત સમય માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ પ્લાઝા પરથી કોઈ પ્રકારનો ટોલ ચાર્જ નહીં વસુલવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસને ધ્યાને લઈને દેશના તમામ ટોલ પ્લાઝા પરથી ચાર્જિસ વસુલવાનું કામ બંધ કરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી ઈમરજન્સી સેવાના કાર્યમાં રોકાયેલા લોકોનો જરૂરી સમય બચશે. ટોલ પ્લાઝા પર ઈમરજન્સી સંસધાનોની એક કીટ તથા સર્વિસ અગાઉની જેમ સ્ટેન્ડ ટુ રહેશે. આ પહેલા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સલાહ આપી હતી કે, દેશ વ્યાપી બંધના સંબંધમાં ગૃહમંત્રાલયના આદેશનું પાલન કરે. આ નિર્ણયને લઈને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક ટ્વિટ પણ કર્યું હતું. 21 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન કોઈ પ્રકારના ચાર્જિસ લેવામાં નહીં આવે. લોકડાઉનને કારણે વાહન વ્યવહારો પણ ઓછો થઈ ગયો છે. જરૂરી ચીજ વસ્તુઓના પરિવહન માટે ટ્રક ચાલું છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ 600થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 11 ના મૃત્યું થયા છે. બુધવારે એક જ દિવસમાં કોરોના વાયરસના 70થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દેશના તમામ રાજ્યમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. કેટલાક હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેન અને બસ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. દેશમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp