કોવિડના વધતા કેસને લઈ મનસુખ માંડવિયાની રાજ્યોને ટકોર, કહ્યું- ઑક્સિજન પ્લાન્ટ...

PC: hindustantimes.com

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કોરોનાની હાલની સ્થિતિ 7 રાજયોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવ સાથે સંકલન કરી કોરોનાની વણસી રહેલી સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વીડિયો કોનફરન્સના માધ્યમથી તમામ રાજ્યના આરોગ્ય સચિવને ઑક્સિજનની સ્થિતિ પર ખાસ ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી મનસુખ માંડવિયાએ આ ત્રીજી વેવ સામે રાજ્યોને સતર્કતા અને તૈયારી વિશે ખાસ ધ્યાન આપવા માટે કહ્યું છે.

તમામ રાજ્યોમાં કોરોના સંબંધિત ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ યોગ્ય રીતે લોકો અનુસરે એ પ્રકારના પગલાં લેવા, કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મુક્યો હતો. આ સિવાય મેડિકલ ઑક્સિજન સંબંધી ઈન્ફ્રા. પર સતત વૉચ રાખવા માટેની વાત ભાર દઈને કહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ સલાહ એવા સમયે આપી છે જ્યારે, દેશમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. સાથોસાથ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. પાંચ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ સમિક્ષા બેઠકમાં સંબોધન કરતા માંડવિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ઑક્સિજનની સ્થિતિ શું છે અને કેવી રીતે વધુ મજબુત પ્રાપ્યતા બનાવી શકાય એ અંગે ખાસ ધ્યાન આપવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, મહામારીના સમયમાં ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેથી આપણા તરફથી તૈયારીઓમાં કોઈ ખામી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આરોગ્ય સંબંધિત માળખું વધુ મજબુત કરવા નિયમિત સમિક્ષા કરવા માટે પણ આદેશ આપ્યા છે. રાજ્યના દરેક જિલ્લામાં ટેલિકન્સલ્ટેશન હબ ઊભું કરવા અને આરોગ્યલક્ષી સુવિધા અંગે લોકોને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સચિવને સૂચન કર્યું છે.

આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દીવ, દમણના આરોગ્ય મંત્રી સાથે વાર્તાલાપ કર્યો છે. કેન્દ્રિય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોસ્પિટલની સ્થિતિ અંગે ખાસ ધ્યાન આપવા માટે સૂચના આપી છે. કારણ કે, કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આગામી દિવસોમાં દર્દીઓ હોસ્પિટલમાં એડમીટ થાય એવી શક્યતાઓ વધારે છે. એટલે બેડની વ્યવસ્થા હોવી જરૂરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશભરમાં મહામારીની સ્થિતિને લઈને સમિક્ષા બેઠક કરી હતી. જેમાં જિલ્લા સ્તરે પુરતી આરોગ્ય સુવિધાને વધુ મજબુત કરવા માટે સલાહ આપી છે. આ સિવાય એક મિશન તરીકે કિશોર વયના બાળકોને વેક્સીનેટ કરવા માટે અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp