ઘરે રહીને કેવી રીતે કરશો કોરોના વાયરસનો ઈલાજ, જાણો શું ખાવું જોઈએ અને શું નહીં

PC: muhealth.org

કોરોના વાયરસની ત્રીજી લહેર ઘણી ઝડપથી લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે. આ સંક્રમણ એકબીજામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના ગંભીર કેસોમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે પરંતુ થોડા અથવા મધ્યમ કેસોમાં ઘરે જ રહીને તેનો ઈલાજ કરવામાં આવી શકે છે. તેને હોમ આઈસોલેશન પણ કહેવામાં આવે છે. હોમ આઈસોલેશનમાં દર્દી પોતાને ઘરના બાકીના લોકોથી અલગ કરીને પોતાની ટ્રીટમેન્ટ કરે છે. તો ચાલો જોઈ લઈએ કોરોનાના દર્દીઓ ઘરે રહીને કેવી રીતે રિકવરી કરી શકે છે.

હોમ આઈસોલેશન માટે કોરોનાના દર્દી માટે ઘરમાં અલગ અને હવાદાર રૂમ હોવો જરૂરી છે. દર્દી માટે એક અલગ ટોયલેટ હોવું જોઈએ. દર્દીની 24 કલાક સંભાળ રાખવા માટે ઘરમાં કોઈ હોવું જોઈએ. ધ્યાન આપવાની વાત એ છે કે હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીના લક્ષણો ગંભીર હોવા જોઈએ નહીં. ગંભીર લક્ષણો દેખાવા પર હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપવામાં આવે છે. દર્દીએ પોતાના રૂમની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. આખો દિવસ 3 લેયરવાળું માસ્ક પહેરી રાખવું જોઈએ અને દર 7-8 કલાકે પોતાનું આ માસ્ક બદલી નાખવું જોઈએ.

સાબુ અથવા પાણીથી હાથને 40 સેકન્ડ સુધી ધોવા જોઈએ. કામ વગરની વસ્તુઓને અડવાથી બચવું જોઈએ. પોતાના વાસણ, કપડાં, ચાદર દરેક વસ્તુ અલગ રાખવી જોઈએ અને કોઈને તે અડવા દેવા ન જોઈએ. ઘરમાં રહેલા દર્દીઓએ દિવસમાં બે વખત પોતાનું તાપમાન અને ઓક્સિજન લેવલ ચેક કરવું જોઈએ. શરીરનું તાપમાન 100 ફે. થી વધારે ન હોવું જોઈએ અને ઓક્સિજનનું લેવલ 94થી ઓછું હોવું જોઈએ નહીં. જો તમને બીજી બીમારી હોય તો તેની પણ સારવાર તેની સાથે ચાલુ રાખવી જોઈએ. આઈસોલેશન દરમિયાન દારૂ, સ્મોકિંગ અથવા અન્ય નશાની વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં.

કોરોનાના દર્દીઓએ ઘરે બનાવેલું તાજું અને સાદું ભોજન લેવું જોઈએ. મોસંબી, નારંગી અને સંતરા જેવા ફળો અને બીન્સ, દાળ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. ખાવામાં આદુ, લસણ અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. રોજના 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. લો ફેટવાળું દૂધ અને દહીં ખાવું જોઈએ. નોનવેજ ખાનારા લોકોએ સ્કીનલેસ ચિકન, માછલી અને ઈંડાનો સફેદ ભાગ ખાવો જોઈએ. કંઈ પણ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવું જોઈએ. તળેલી વસ્તુ ખાવાની ટાળવી જોઈએ.

કોરોનાના દર્દીઓએ મેંદો, તળેલું અથવા જંક ફૂડ ખાવું જોઈએ નહીં. ચિપ્સ, પેકેટ જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ, ચીઝ, બટર, મટન, પ્રોસેસ્ડ મીટ અને પામ ઓઈલ જેવા અનસેચ્યુરેટેડ ફેટથી દૂર રહેવું જોઈએ. ઈંડાનો પીળો ભાગમાં પણ અઠવાડિયામાં એક વખત ખાવો જોઈએ. અઠવાડિયામાં 2-3 વખતથી વધારે નોનવેજ ખાવું જોઈએ નહીં.

કોરોના વાયરસ શરીરની સાથે દર્દીને માનસિક રીતે પણ કમજોર કરી દે છે. આથી ઈલાજ દરમિયાન દર્દીએ પોતાની માનસિક સેહતનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. હોમ આઈસોલેશનમાં રહીને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહેવું જોઈએ. આ સમય દરમિયાન પોતાની પસંદગીનું પુસ્તક વાંચવું જોઈએ, સંગીત સાંભળી શકો છો અથવા મોબાઈલ પર પોતાની પસંદગીનો શો પણ જોઈ શકવાની સાથે ગેમ રમી શકો છો. ધ્યાન રાખો કે આ સમય દરમિયાન પોતાની પર વધારે દબાવ નાખવું જોઈએ નહીં અને આરામ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp