રાજકોટમાં ડૉક્ટરે ક્વોરેન્ટાઈન થવાનું કહેતા બે કેદી કાચ ખાઈ ગયા પછી...

PC: base.imgix.net

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. તો બીજી તરફ કોરોનાના ડરના કારણે લોકો પોતાને નુકસાન પહોંચાડતા હોય તેવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ પ્રકારનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં રાજકોટમાં જેલમાં સજા કાપી રહેલા બે કેદીઓની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને ડૉક્ટર દ્વારા આ બંને કેદીઓને જેલમાં ક્વોરેન્ટાઈન થવા માટે જણાવ્યું હતું. કેદીઓને ક્વોરેન્ટાઈન ન થવું પડે એટલા માટે જેલની અંદર તેમણે કાચ ખાઇ લીધા હતા. તેથી આ બંને કેદીઓને હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બંને કેદીઓમાંથી 1 ગાંજા સાથે પકડાયો હતો અને બીજો હત્યાના ગુનામાં પકડાયો હતો.

રિપોર્ટ અનુસાર, રાજકોટના શહેર પોલીસ દ્વારા એક વર્ષ પહેલા કોઠારીયા રોડ પરથી ગાંજાના મુદ્દામાલ સાથે ઇમરાન પઠાણ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આરોપી રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટના મેટોડામાં એક હત્યાના ગુનામાં જયકિશન નામના આરોપીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને જયકિશન પણ રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે. જેલની અંદર ઇમરાન અને જયકિશનની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને ડૉક્ટર દ્વારા બંને કેદીઓને સારવાર માટે જેલની અંદર જ ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યુ હતું.

ઇમરાન અને જયકિશનને ક્વોરેન્ટાઈન ન થવું પડે એટલા માટે આ બંને એ એક યોજના બનાવી અને બંને આરોપીઓએ જેલની અંદર કાચના ટુકડા લઈને તેને પાણીમાં નાંખ્યા હતા અને ત્યારબાદ પાણીની સાથે તેઓ કાચના ટુકડા પણ ખાઈ ગયા હતા. આ વાતની જાણ પોલીસ અધિકારીઓને થતા તેઓ ઇમરાન અને જયકિશનને સારવાર અર્થે પોલીસ જાપ્તા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલ સિવિલ હોસ્પિટલમાં બંનેની સારવાર શરૂ છે.

આ અગાઉ પણ કોરોના સંક્રમિત થતા વ્યક્તિએ કોરોનાના ડરના કારણે હોસ્પિટલમાંથી ઝંપલાવીને કે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp