દેશમાં આજે નવા 18653 કેસ, કુલ કેસ 585493, જુઓ કેટલા લોકો થયા સાજા

PC: PIB

દેશની વાત કરીએ તો 1 જુલાઈ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 18653 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 585493 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 17400 લોકોના મોત થયા છે. જ્યારે 220114 એક્ટિવ કેસ છે અને 347979 સાજા થયા છે. આજે 13157 લોકો સાજા થયા છે. આજે 507 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 217931 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 8826585 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 174761 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 90167 કેસ છે. દિલ્હીમાં પણ 87360 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 7855 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1201 અને દિલ્હીમાં 2742 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 4878 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 3943 અને દિલ્હીમાં 2199 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 90911 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 50074 અને દિલ્હીમાં 58348 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 75995 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 38892 અને દિલ્હીમાં 26270 એક્ટિવ કેસ છે.

ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા સહિયારા અને કેન્દ્રિત પ્રયાસોના કારણે કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર ઝડપથી સુધરીને હવે લગભગ 60%ની નજીક પહોંચી ગયો છે.

આજની સ્થિતિ અનુસાર, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોવિડ-19ના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,19,696 વધારે નોંધાઇ છે. તેમજ, હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,15,125 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે 3,34,821 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ રજા આપી દેવામાં આવી છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.07% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં કોવિડના નિદાન માટે લેબોરેટરીની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1049 થઇ ગઇ છે. આમાં 761 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 288 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 571 (સરકારી: 362 + ખાનગી: 209)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 393 (સરકારી: 367 + ખાનગી: 26)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 85 (સરકારી: 32 + ખાનગી: 53)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp