કાર્તિકે કોરોના પર બનાવ્યું રૈપ સોંગ, કહ્યું- જ્યાં સુધી ઘરે નહીં બેસશો, હું...

PC: twitter.com

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશને 21 દિવસો માટે સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં આપ્યો. બોલિવુડ સેલેબ્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર્તિક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે રૈપ ગાઈ રહ્યો છે.

આ વીડિયોમાં કાર્તિક આર્યન ગીત ગાઈને પાર્ટી ન કરવા, લોકોને ન મળવા અને સતત હાથ ધોતા રહેવાની સલાહ આપી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન વિવિધ કાળજી રાખવાની સલાહ આપવાની સાથે જ ઘરમાં કામ કરવા માટે કહી રહ્યો છે. વીડિયોને શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું, જ્યાં સુધી ઘરે નહીં બેસશો. હું યાદ અપાવતો રહીશ. કોરોના સ્ટોપ કરો ના. ઈન્ટરનેટ પર કાર્તિક આર્યનના આ વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલા જ ઘણા રાજ્યોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો, સાથે જ ઘણા રાજ્યોને લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. જોકે, હવે દેશને સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસથી સંક્રમિત લોકોના મામલા ભારતમાં સતત વધી રહ્યા છે. અત્યારસુધીમાં 562 લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 11 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp