જાણો એક N-95 માસ્ક કેટલી વખત ઉપયોગ કરી શકાય, એક્સપર્ટે આપી આ સલાહ

PC: india.com

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે બે ઉપાય મહત્ત્વના છે. જેમાં પહેલો ઉપાય માસ્ક અને બીજો ઉપાય વેક્સીન છે. આ બંને ઉપાયોથી વ્યક્તિ સુરક્ષિત રહી શકે છે. પણ શું તમે જાણો છો કે કોરોનાથી બચવા માટે આપણે જે N-95 માસ્કનો ઉપયોગ કરીએ તે ખરેખર કેટલી વખત ઉપયોગમાં લઈ શકાય છે અને ક્યારે આ માસ્કને બદલવું પડે છે. ઘણી વખત તમે જોતા હશો કે લોકો એકના એક માસ્કનો ઉપયોગ ઘણી બધી વખત કરતા હોય છે. પણ લોકો એ નથી જાણતા કે વધારે વખત ઉપયોગમાં આવેલું માસ્ક કોરોનાની સામે રક્ષણ આપતું નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું ખરેખર N-95 માસ્ક કેટલી વખત પહેરી શકાય.

CDCએ લોકોને જણાવ્યું છે કે, કોરોનાની મહામારી વચ્ચે N-95 માસ્કનો ઉપયોગ કેટલી વખત કરવી અને કેવા પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ. જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના મેડીસીન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર માઈકલ જી નાઈટે જણાવ્યું હતું કે, 45 મિનીટ કરતા વધારે સમય કામ માટે બહાર જવાનું થાય અને તે સમયે તમે માસ્ક પહેરો છો અને પછી તે માસ્કને કાઢી નાંખો તો આ માસ્કને રીયૂઝ કરવા માટે કોઈ સમસ્યા નથી, પણ તમે આખો દિવસ માસ્ક પહેરી રાખો છો અને પછી ફરીથી આ માસ્કનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે નુકસાનકારક શાબિત થઇ શકે છે.

તમે તમારી પાસે એક કરતા વધારે માસ્ક રાખો અને તે માસ્કને અલગ-અલગ સમય પર બદલતા રહો. એકને એક માસ્ક આખો દિવસ પહેરી ન રાખવું જોઈએ. એક માસ્ક તમે અમુક કલાકો સુધી પહેરો છો તો તે માસ્ક 4થી 5 દિવસમાં ગંદુ થઇ જાય છે અને N-95 માસ્કનો ઉપયોગ 5 કરતા વધારે વખત ન કરવો જોઈએ.

આ ઉપરાંત માસ્ક કાઢતા સમયે પણ કેટલીક તકેદારી રાખવી જોઈએ. માસ્કનો ઉપયોગ કર્યા બાદ અને માસ્ક કાઢ્યા બાદ હાથને સાફ કરવા જોઈએ. માસ્કને હંમેશા ઇલાસ્ટીક બૈન્ડ પકડીને કાઢવું જોઈએ. માસ્કના બહારના ભાગને ટચ ન કરવો જોઈએ.

માઈકલ જી નાઈટે વધુમાં જણાવ્યું છે કે, માસ્કમાં કોઈ પણ જગ્યા પર કટ લાગેલી હોય તો તે માસ્કનો ઉપયોગ ન કરવો. જો તમે માસ્ક પહેર્યું અને તે સમયે તેમને છીંક આવી હોય તો તે માસ્ક પણ બીજી વખત પહેરવું જોઈએ નહીં. માસ્કના હંમેશા પેપર બેગમાં રાખવું જોઈએ. તે માસ્કને શુરક્ષિત રાખે છે. પેપર બેગમાં માસ્ક રાખવાથી માસ્કમાં ભેજ લાગતો નથી અને તેમે સુકા માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ચહેરાને સરખી રીતે ફીટ થાય તે પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp