26th January selfie contest

TIFRના રિપોર્ટમાં દાવો-મુંબઈમાં 1 જૂન સુધીમાં મંદ પડી શકે છે કોરોનાની ગતિ

PC: economictimes.indiatimes.com

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)ના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, મુંબઇમાં 1 જૂન સુધી વાયરસથી થનારા સંક્રમણની ગતિ મંદ પડી શકે છે. જોકે તે માટે શરત એવી છે કે, આ દરમિયાન કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ સામે ન આવવો જોઈએ. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લોકલ ટ્રેનના કારણે મુંબઈમાં કોરોના ઝડપથી ફેલાયો. આ રિપોર્ટ મુજબ મેના પહેલા અઠવાડિયામાં અહીં મોતોનો સર્વાધિક આંકડો જોવા મળશે અને જૂન સુધી તે ઓછા થઈને સ્થિર થઈ જશે.

વેક્સીનેશનના ચરણોનું વિશ્લેષણ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો આ પ્રક્રિયા સૂચરું ઢંગથી યથાવત રહી એટલે કે એક મહિનામાં 15-20 લાખ લોકોનું વેક્સીનેશન થયું તો મૃતકોનો આંકડો 1 જૂનના રોજ જાન્યુઆરી, ફેબ્રુઆરીના સ્તર પર પહોંચી જશે. જો કોઈ નવો વેરિયન્ટ સામે ન આવ્યો તો 1 જુલાઈથી શહેરમાં શાળાઓ ફરી ખોલવામાં આવી શકે છે. શહેરમાં કોરોનાની બીજી લહેરનું કારણ જાણવા માટે TIFRએ વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવીને મેથમેટિક રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે.

રિસર્ચ ટીમને લીડ કરનારા TIFR ના ડીન ડૉ. સંદીપ જુનેજાએ કહ્યું કે, કોરોનાનો નવો સ્ટ્રેન પહેલાના વેરીયન્ટની સરખામણીમાં 2.5 ગણો વધારે સંક્રામક છે. આ જ કારણ છે કે આ વખતે સંક્રમણની સ્પીડ અટકવાનું નામ લઈ રહી નથી. સાથે જ મોતોનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, લોકલ ટ્રેન સેવાઓએ આ વેરિયન્ટને ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફેબ્રુઆરીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય મોટા જિલ્લામાં નવો વેરિયન્ટ સક્રિય હતો.

આ દરમિયાન શાળાઓ પણ ખુલ્લી હતી અને લોકલ સેવાઓને પણ ફૂલ કેપિસિટીથી ચલાવવામાં આવી રહી હતી. જેમ-જેમ રોડ અને ટ્રેનોમાં પબ્લિક વધતી ગઈ, તેને ઝડપથી ફેલાવાનું અનુકૂળ વાતાવરણ મળી ગયું. માત્ર એપ્રિલ મહિનામાં 2.3 લાખ લોકો સંક્રમિત થયા અને આ દરમિયાન 1,479 દર્દીઓના મોત પણ થયા છે. 1 મેના રોજ અહીં 90 દર્દીઓના મોત થયા, જે 24 જૂન, 2020 બાદ સર્વાધિક છે.

રિસર્ચ રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરીમાં અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે કોરોના સાથે જોડાયેલા નિયમોમાં ઘણી ઢીલ આપવામાં આવી. આ કારણે માર્ચ મહિનામાં પરિસ્થિતિ ગંભીર બનવાની શરૂ થઈ ગઈ. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ઠાણે, પૂણે, નાસિક, નાગપુર અને અન્ય જિલ્લાઓમાં પણ સાર્વજનિક જગ્યાઓ પર પબ્લિક વધવાના કારણે જ ઝડપથી વધવાનો શરૂ થયો અને ધીરે ધીરે તેણે આખા મહારાષ્ટ્રને પોતાની ઝપેટમાં લઈ લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp