રાજ્યોને 157.87 કરોડથી વધુ વેક્સીનના ડોઝ પૂરા પડાયા છેઃ સરકાર

PC: houstonmethodist.org

ભારત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વેક્સીનેશન અભિયાન અને વેક્સીનની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનેશન ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી વેક્સીન અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને વેક્સીનની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી વેક્સીનેશન અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોના વેક્સીન આપીને સમર્થન આપી રહી છે. કોરોના વેક્સીનેશન અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં વેક્સીન ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% વેક્સીન રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારારાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 157.87 કરોડ (1,57,87,10,595) થી વધુ વેક્સીન (મફત)પૂરી પાડી છે. હાલમાં, કોરોના રસીના 14.84 કરોડ (14,84,52,821) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp