પાટણમાં ટોપલા ઉત્સવના નામે 700થી વધુ મહિલા એકઠી થઈ, જુઓ વીડિયો

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ગુજરાતના લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો હતો પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે કાબૂમાં આવી રહ્યું છે. હોવી કોરોનાની બીજી લરહે ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હજુ પણ કેટલાક લોકોને કોરોનાની ગંભીરતા ન સમજાય હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ક્યાંક લગ્ન પ્રસંગમાં લોકોની ભીડ એકઠી થાય છે, તો ક્યાંક ધાર્મિક પ્રસંગોમાં લોકોની ભીડ દેખાય છે. ત્યારે આવી જ એક ઘટના પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા કિમ્બુવા ગામમાં સામે આવી હતી.

રિપોર્ટ અનુસાર પાટણના સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામમાં ટોપલા ઉજવણી કરવામાં આવી હતી. આ ટોપલા ઉજવણી દરમિયાન 700 કરતાં પણ વધારે મહિલાઓ એકઠી થઈ હતી અને બુધવારના રોજ આ મહિલાઓ જોગણી માતાના મંદિરે માથે ટોપલા લઈને જઈ રહી હતી. આ ગામમાં ટોપલા ઉજવણી દરમિયાન મહિલાઓ સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું ભૂલી ગઈ હતી અને મોટાભાગની મહિલાઓમાં માસ્ક વગર દેખાઈ હતી. જો ભીડમાં એક પણ મહિલા કોરોના સંક્રમિત હોય અને લક્ષણો ન દેખાતા હોય તો અન્ય મહિલાઓના પણ જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી આ સમગ્ર મામલે SP અક્ષયરાજ મકવાણા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે જગ્યા પર આ ઘટના બની છે તે કિમ્બુવા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં પણ જો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો કઈ પ્રકારની પોલીસની કાર્યવાહી હોઈ શકે છે તેવો એક દાખલો બેસાડવા માટે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ટોપલા ઉજવણી વર્ષો જૂની પરંપરા છે. આ ઉજવણીમાં મહિલાઓ તેમના ઘરેથી નિવૈધ તૈયાર કરે છે અને નિવૈધને ટોપલો મૂકીને ખેતરમાં જઈને ધરતીમાતાનું પૂજન કરે. કોરોનાની મહામારી વચ્ચે ઘણા અંધશ્રદ્ધા ના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કોરોના ન થાય એટલા માટે લોકો અલગ-અલગ બાધાઓ પણ રાખતા હોય છે. તો કેટલાક ભુવાઓ લોકોને દોરાધાગા પણ આપતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp