કોરોના ઈફેક્ટઃ MBA-M.Phil શિક્ષકોએ પેટ ભરવા પાવડો ઉઠાવ્યો, કરી રહ્યા છે મજૂરી

PC: economictimes.com

દેશભરમાં લોકડાઉનને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણાં લોકોની નોકરી ચાલી ગઈ છે. તો ઘણાનો પગાર ઓછો થઈ ગયો છે. ઘણાં ભણેલા લોકોનો તો મજૂરી કરવાનો વારો આવી ગયો છે. ચિરંજીવી તેમાના જ એક છે. એક ખાનગી સંસ્થામાં તે પાછલા 12 વર્ષથી ભણાવી રહ્યા હતા. પણ હાલમાં તેઓ દેહાડી મજૂરીનું કામ કરી રહ્યા છે. લોકડાઉનમાં સ્કૂલ બંધ થઈ જવાના કારણે તેમને પગાર મળી રહ્યો નથી. 6 સભ્યોના પરિવારનું ભરણ પોષણ કરવા માટે તેમની પાસે મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

ચિરંજીવી પાસે 3 ડિગ્રી છે

ધોરણ 10માં ભણાવનારા ચિરંજીવીની પાસે 3 ડિગ્રી છે. તે MA(સોશિયલ વર્ક)Mphill(રૂરલ ડેવલપમેન્ટ) અને B.Ed છે. એટલું જ નહીં ખાનગી શાળામાં ભણાવી રહેલી તેમની MBA પત્ની પણ પાછલા એક અઠવાડિયાથી મજૂરીના કામમાં લાગી છે. લોકડાઉન પહેલા પરિવારની માસિક આવક 60 હજાર રૂપિયા હતી. આજે તે શૂન્ય છે.

ચિરંજીવી એકલા આવા નથી. તેલંગણા અને આંધ્ર પ્રદેશ સહિત દેશના અન્ય ઘણાં રાજ્યોમાં પણ પરિસ્થિતિ આવી જ છે. સ્કૂલો, જૂનિયર કોલેજ, ડિગ્રી અને પ્રોફેશનલ કોલેજના શિક્ષકો પણ લોકડાઉન પછી મજૂરીનું કામ કરવા મજબૂર છે. મોટાભાગના શિક્ષકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

એપ્રિલથી પગાર મળ્યો નથી

ચિરંજીવી કહે છે કે, અત્યાર સુધી અમે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા સાંભળતા આવ્યા છીએ. સ્થિતિ જો સુધરી નહીં તો બીજો નંબર શિક્ષકોનો રહેશે. સ્કૂલમાં કોઈપણ શિક્ષકને એપ્રિલથી પગાર મળ્યો નથી. અમને ડર છે કે ઓક્ટોબર સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. હજારો શિક્ષકો પગાર વિના જેમ તેમ પોતાનું ઘર ચલાવી રહ્યા છે.

ચિરંજીવીએ કહ્યું કે, મારી બે દીકરીઓ છે. બંને કેજીમાં છે. વ્હાઈટ રાશન કાર્ડ હોવા છતાં અમને રાશન મળી રહ્યું નથી. રાજ્યએ 1500 રૂપિયા આપવાનો જે વાયદો કર્યો હતો, તેને પણ પૂરો કર્યો નથી. શરૂઆતમાં સ્થાનિક નેતાઓ દ્વારા ગ્રોસરી મળી રહેતી હતી, હવે ઘણાં લોકો થઈ જવાને કારણે તેમણે પણ હાથ ઊંચા કરી લીધા છે.

પાછલા 8 વર્ષથી સોશિયલ સ્ટડીઝ ભણાવનારા જયરામે કહ્યું કે, પગાર નહીં મળ્યો હોવા છતાં તેમણે એડમિશનથી જોડાયેલા કામોમાં મદદ કરવાની છે. નોકરીની સાથે ગુજરાન ચલાવવા તે પેંટર તરીકે પણ કામ કરી રહ્યા છે. તો અમુક શિક્ષકો તો ફળ અને શાકભાજી વેચવા લાગ્યા છે. તેલુગુ રાજ્યોમાં તો શિક્ષકોની આવી જ સ્થિતિ છે. ઘણાં લોકો પોતાની આર્થિક સ્થિતિ વિશે ચર્ચા કરતા ખચકાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp