હવે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડૉક્ટરોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

PC: News18,com

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધારે પોઝિટિવ કેસો રાજ્યમાં સુરત અને અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો 15થી 18 કલાક સુધી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. સરકાર પણ બેડ વધારવા બાબતે તૈયારીઓ કરી રહી છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી થઈ ગઈ છે કારણ કે, સરકાર એક મુશ્કેલીનું નિરાકરણ કરે ત્યાં તો બીજી મુશ્કેલી ઊભી થાય છે. સિનિયર ડૉક્ટરોએ 15 જેટલી પડતર માંગણીઓ મામલે સરકારને રજૂઆત કરે છે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા પણ પોતાના પ્રશ્નોને લઇને સરકાર સામે બાયો ચઢાવવામાં આવી છે. તો બીજી તરફ છ જેટલી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનીયર ડૉક્ટરો પણ સરકારની સામે આવી ગયા છે. એટલે હવે નર્સિંગ સ્ટાફ અને સરકાર આમનેસામને આવ્યા છે. છ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડૉક્ટરોએ તેમની માગણી મુદ્દે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં એક બેઠક કરી હતી અને આ બેઠકમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ કક્ષાના ડૉક્ટર સહિત અનેક સિનિયર ડૉક્ટર હાજર રહ્યા હતા.

બેઠકમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના વડા ડૉક્ટર રજની પટેલે કહ્યું હતું કે, વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તેવી અમારી માગણી છે. આ ઉપરાંત સાતમા પગાર પંચના લાભથી પણ ડૉક્ટરો વંચિત છે એટલે અલગ અલગ માગણીઓ મામલે સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી એટલે હવે ડૉક્ટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ઘણા પ્રશ્નો વહીવટી પ્રશ્નો છે અને જેને ડિપાર્ટમેન્ટ સોલ્વ કરી શકે છે. અમારા જુનિયર તબીબો હડતાલ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે પરંતુ, અમે અગાઉ હડતાલનું એલાન કર્યું હતું પરંતુ કોરોનાની સ્થિતિને જોઈને હડતાલ કરી ન હતી. જો સરકાર દ્વારા અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સ્થિતિ બગડી શકે છે અને સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો અમે આંદોલન રણનીતિ ઘડીશું અને 17 હજાર જેટલા ડૉક્ટરો આંદોલનમાં જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp