ડો. મુખરજીનું ઓક્સિજન 88 થઇ ગયું તો બનાવી દીધું પોકેટ વેન્ટિલેટર, વજન 250 ગ્રામ

PC: aajtak.in

કોરોના કાળના સમયમાં દેશમાં વેન્ટિલેટરની અછતને કારણે હાહાકાર મચી ગયો હતો અને લોકોને  ભારે મુશ્કેલી પડી હતી. જો કે હવે કોલકાતાના એક વૈજ્ઞાનિકે આ સમસ્યાનું સમાધાન કર્યું છે અને એક પોકેટ વેન્ટિલેટરની શોધ કરી છે. જેનું વજન છે માત્ર 250 ગ્રામ.

કોલકાતાના ડો.રામેન્દ્ર લાલ મુખરજી, જે એક એન્જીનીયર છે અને સતત કઇંને કઇંક શોધ કરતા રહે છે. ડો. મુખરજીએ બેટરીથી ચાલતું વેન્ટિલેટર તૈયાર કર્યું છે. આ મશીન દર્દીને તરત રાહત આપી શકે છે, એ સરળતાથી કામ કરે છે અને સસ્તું પણ છે. જો દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો આ મશીનથી લાભ થઇ શકે છે.

ડો. મુખરજીનું કહેવું છે કે કોરોના સંકટમાં મારું પોતાનું ઓકસીજન લેવલ 88 સુધી પહોંચી ગયું હતું. તે વખતે મારો પરિવાર હોસ્પિટલ લઇ જવા માંગતો હતો. હું સંકટમાંથી બહાર આવી ગયો, પરંતુ એ પછી દર્દીઓની મદદ કરવાનો  વિચાર મારા મગજમાં આવ્યો. સાજા થયા પછી મે એની પર કામ શરૂ કર્યું અને 20 દિવસમાં પોકેટ વેન્ટિલેટર તૈયાર થઇ ગયું

જાણવા મળેલી વિગત મુજબ. આ ડિવાઇસમાં બે યૂનિટ છે પાવર અને વેન્ટિલેટર જે માસ્ક સાથે જોડાયેલું હોય છે. માત્ર એક બટન દબાવવાથી જ વેન્ટિલેટર કામ કરવાનું શરૂ કરી દે છે અને શુધ્ધ હવા દદીને મળતી થઇ જાય છે.મુખરજીના કહેવા મુજબ જો કોઇ દર્દીને કોરોનાનું સંક્રમણ હોય તો યૂવી ફિલ્ટર વાયરસને મારવામાં મદદ કરી શકે છે અને હવાની સફાઇ કરે છે. આ વેન્ટિલેટરની મદદથી વાયરસનું સંક્રમણ ઘટશે, દર્દીઓ અને ડોકટરોને રાહત મળશે. ડો. મુખરજીએ દાવો કર્યો છે કે જયારે બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે ત્યારે એવા સમયમાં દર્દીઓને આ વેન્ટિલેટર મદદરૂપ થઇ શકે છે.

ખાસ વાત એ છે કે પોકેટ વેન્ટિલેટરમાં એક કંટ્રોલ નોબ છે, જે હવાના ફલોને કંટ્રોલ કરી શકે છે. આ વેન્ટિલેટરનું વજન માત્ર 250 ગ્રામ છે અને બેટરીથી ચાલી શકે છે. એક વાર ચાર્જ કર્યા પછી 8 કલાક સુધી કામ આપે છે. તમે એન્ડ્રોયડ ફોનના ચાર્જરથી એને ચાર્જ કરી શકો છો. આ વેન્ટિલેટર ઘણા દર્દીઓને મદદરૂપ થઇ શકશે.

     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp