લોકડાઉન દરમિયાન બેંગલોર પોલીસે રાહગીરોને ભોજન જમાડ્યું

PC: twimg.com

દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના નામે સંબોધન કરી આવનારા 21 દિવસ સુધી દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રોજે રોજ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. એવામાં ઘણી રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે. આ કડીમાં બેંગલોર પોલીસની અમુક તસવીરો સામે આવી છે. તેઓ રસ્તા પર રહેતા લોકોને ભોજન કરાવી રહ્યા હતા. તેના માટે બેંગલોર પોલીસકર્મી પોતાની જીપ્સીમાં ખાવાનું લઈને રસ્તા પર ફરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી રહી છે.

એટલું જ નહીં લોકડાઉનને કારણે લોકોએ રોજિંદી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે આમતેમ ન ભટકવું પડે તેને લઈને મહારાષ્ટ્ર જિલ્લા તંત્રએ અગત્યનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લા તંત્રએ નાગરિકોને કોલ પર જરૂરી આવશ્યક વસ્તુઓની હોમ ડિલિવરી આપવા માટે ફોન નંબર બહાર પાડ્યા છે. પોલીસકર્મી અને જિલ્લાતંત્ર ડિલિવરીની સુવિધા પ્રદાન કરશે. કુપવાડ, મિરાજ અને સાંગલી શહેરમાં સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.

તો સાઉથમાં બેંગલોરમાં કોરોના વાયરસને ધ્યાનમાં લેતા કરિયાણાની લાઈનમાં ઊભેલા લોકોની વચ્ચે સામાજિક અંતર બનાવી રાખવા માટે જમીન પર લાઈનો કે ગોળ બનાવવામાં આવ્યા છ.

ઝારખંડની રાજધાની રાંચીમાં જિલ્લા તંત્રએ લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે બે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. લોકોના 21 દિવસ આરામથી પસાર થાય તે માટે જિલ્લા તંત્રએ આ કામગીરી શરૂ કરી છે. જિલ્લા તંત્રએ બે હેલ્પલાઈન નંબર 104 અને 1950 લોન્ચ કર્યા છ. કોઈ પણ સમસ્યા આવવા પર આ નંબર પર ફોન કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp