કોરોના વચ્ચે વેક્સીનના આગમનથી રાજ્યમાં અજંપાભરી સ્થિતિના અંતનો આરંભ: પ્રદિપસિંહ

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે કોરોનાના કપરાકાળની અજંપાભરી સ્થિતિમાંથી નાગરિકોને બહાર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વેક્સીનને મળેલી મંજૂરી બાદ રાજ્યમાં રસીના આગમનથી આ અજંપાભરી સ્થિતિના અંતનો હવે આરંભ થયો છે. કોરોના સામે વેક્સીનના માધ્યમ દ્વારા રાહત ચોક્કસ મળી છે. પરંતુ કોરોનાની લડાઇ સામે ચોકસાઇ પણ એટલી જ જરૂરી છે તો જ કોરોના હારશે ગુજરાત જીતશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્ષ્ટિપૂર્ણ આયોજન-નેતૃત્વના પરિણામે દેશના સર્વશ્રેષ્ઠ તબીબો –વૈજ્ઞાનિકો દ્વારા માનવજીવન બચાવવા માટે યોગ્ય ચકાસણીને અંતે ઉત્તમ વેક્સીન પ્રાપ્ત થઇ છે જે નાગરિકોને કોરોના સામે રક્ષિત કરવામાં ચોક્કસ ઉપયોગી નીવડશે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં 19મી માર્ચ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી 10 મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CM વિજય રૂપાણી, નાયબ CM નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે, સંક્રમીત નાગરિકોને તાકિદે ગુણવત્તાલક્ષી પૂરતી તબીબી સારવાર મળે, મૃત્યુદર ઘટે, રિકવરી રેટ વધે એ માટે રાજ્યના વહીવટી તંત્રએ કરેલ અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું રાજ્યમાં સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.

તેમણે ઉમેર્યુ કે દેશભરમાં આગામી 16મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની છે તે સંદર્ભે વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી જે માર્ગદર્શન અપાયુ છે તે મુજબ ગુજરાતમાં સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે. આજે અમદાવાદ એરપોર્ટ ખાતે પૂનાથી કોરોનાની વેક્સીન આવી પહોંચી તે ઐતિહાસિક ઘટના પુરવાર થશે. આ વેક્સીનને વિવિધ સ્થળોએ પહોંચાડવા માટે યોગ્ય તાપમાન જળવાઇ રહે એ માટે ગ્રીન કોરિડોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વિભાગે રસીના જથ્થાને સમયસર નિયતસ્થળે પહોંચાડીને ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp