કોરોના વેક્સીનને લઈને રશિયાથી આવ્યું મોટું અપડેટ

PC: cloudfront.net

રશિયા ઓક્ટોબરથી કોરોના વાયરસ વિરુદ્ધ મોટો વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. રશિયાના સ્વાસ્થ્ય અધિકારી વેક્સીનેશન પ્રોગ્રામની તૈયારી કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સૌથી પહેલા દેશના ડૉક્ટરો અને શિક્ષકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયાના રેગ્યુલેટર્સ આ મહિને દેશની પહેલી કોરોના વાયરસ વેક્સીનને મંજૂરી આપી શકે છે. જોકે, ખૂબ જ ઝડપથી વેક્સીન તૈયાર કરવા પર કેટલાક એક્સપર્ટ્સે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અગાઉ અમેરિકાના પ્રમુખ સંક્રામક રોગ વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે રશિયા અને ચીન અસલમાં વક્સિનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ફાઉચીએ કહ્યું કે, તેઓ નથી માનતા કે અન્ય દેશ અમેરિકા કરતા પહેલા વેક્સીન બનાવી લેશે અને અમેરિકાએ તેમના પર નિર્ભર રહેવું પડશે.

દુનિયાભરમાં કોરોના વાયરસની 20 કરતા વધુ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મોસ્કોમાં સ્થિત ગમલેયા ઈન્સ્ટીટ્યુટે રશિયન વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરી લીધું છે અને હવે પેપરવર્કનું કામ ચાલી રહ્યું છે. તેમજ ઓક્ટોબરથી લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. તેમણે શનિવારે કહ્યું કે, રશિયા ઓક્ટોબોરમાં કોરોના વાયરસ વિરુદ્ધ સામૂહિક વેક્સીનેશન અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ખબર સામે આવી હતી કે, રશિયાએ દુનિયાની પહેલી વેક્સીન બનાવી લીધી છે અને 10 ઓગસ્ટ સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે. રશિયાએ દાવો કર્યો હતો કે, બે અઠવાડિયાની અંદર બજારમાં દુનિયાની પહેલી કોરોના વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. રશિયા પોતાની એક્સપરિમેન્ટલ કોરોના વાયરસ વેક્સીનના 3 કરોડ ડોઝ દેશમાં બનાવવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, મોસ્કોનો ઈરાદો વિદેશમાં આ વેક્સીનના 17 કરોડ ડોઝ બનાવવાનો છે. રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના હેલ કિરિલ ત્રિમિત્રીવે જણાવ્યું છે કે, આ અઠવાડિયે એક મહિના સુધી 38 લોકો પર ચાલી રહેલું પહેલું ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગયું છે. રિસર્ચર્સને જણાવ્યું કે, તે ઉપયોગ માટે સુરક્ષિત છે અને પ્રતિરોધક ક્ષમતા પણ વિકસિત કરી રહી છે. જોકે, આ પ્રતિક્રિયા કેટલી મજબૂત છે, તેને લઈને શંકા છે. આવતા મહિને તેને રશિયા અને સપ્ટેમ્બરમાં બીજા દેશોમાં અપ્રૂવલ મળવાની સાથે જ ઉત્પાદન પર કામ શરૂ થઈ જશે.

જણાવી દઈએ કે, રશિયામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 845443 મામલા સામે આવી ચુક્યા છે અને 14058 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે દુનિયામાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 1.8 કરોડ કરતા વધુ થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp