વૈજ્ઞાનિકોનો દાવો- કોરોનાની એક દવા આપી શકે છે ત્રણ મહામારીથી સુરક્ષા

PC: gatesnotes.com

કોરોના વાયરસે આખી દુનિયામાં અફરાતફરી મચાવી રાખી છે. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે, અને હજુ પણ કોરોના લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રશિયા, ચીન, અમેરિકા સહિત કેટલાક દેશો કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી હોવાનો દાવો કરી રહ્યા છે. કોરોનાની વેક્સીન બનાવવા ઘણા દેશો કામ કરી રહ્યા છે. કોરોનાની આ મહામારી દરમિયાન અલગ અલગ સંશોધનો પણ કરવામાં આવી રહ્યા છે અને તેમાં નવા નવા સંશોધનો, દાવા કરવામાં આવી રહ્યા છે. હવે સ્ટડીમાં  એક નવો દાવો કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સતત ફેલાતા સંક્રમણને રોકવા માટે દવાઓ અને વેક્સીનની શોધ ચાલુ જ છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક હેરાન કરી દે તેવો દાવો કર્યો છે. નોંધનીય છે કે 200 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી એક શોધ અનુસાર, મહામારી સાર્સ અને માર્સના વાયરસની પ્રકૃતિ પણ કોરોના વાયરસ સાથે લગભગ મળતી આવે છે. આ ત્રણે જ સ્પાઇક પ્રોટીન દ્વારા માણસની કોશિકાઓ પર હુમલો કરી દે છે અને તેને સંક્રમિત કરી દે છે. એવામાં વૈજ્ઞાનિકો જે દવાઓ કે સારવારની શોધ કરવામાં લાગ્યા છે. તે આ ત્રણેય મહામારીઓથી સુરક્ષા આપી શકે છે. તમને જણાવી દઈએ કે, કોરોના વયરસની જેમ સાર્સ અને માર્સ વાયરસની પણ અત્યાર સુધી કોઈ દવા બની શકી નથી.

આ શોધ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ શોધમાં 6 દેશોમાં સ્થિત 14 સંશોધન સંસ્થાઓના 200 વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. તેમણે અમેરિકાના 7.4 લાખ કોરોના દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં તેમણે પહેલા જોયું કે તેમને કઈ દવા આપવામાં આવી અને તેનાથી સંક્રમણમાં કેટલો સુધાર થયો. હવે આ શોધના આધાર પર વૈજ્ઞાનિકો એક એવી દવા બનાવવાનો પ્રયત્ન કરશે, જે કોરોના વાયરસ સાથે સાર્સ, માર્સ અને ભવિષ્યમાં ફેલાઈ શકતા બધી રીતના કોરોના વાયરસ પર અસરકારક હશે.

શોધ રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ અને સાર્સ, માર્સ વાયરસની એકસમાન નબળાઈઓની ઓળખ કરી લીધી છે, જેના આધાર પર એન્ટિવાયરસ થેરાપીથી આ વાયરસનો નાશ કરી શકાશે. સાધારણ શરદી, ખાંસી કોરોના વયરસના કારણે જ થાય છે, પરંતુ પહેલા એ જીવલેણ નહોતા. વર્ષ 2002માં માર્સ મહામારી ફેલાઈ અને હવે કોરોના મહામારી ફેલાઈ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, કોરોના વાયરસ બાદ પણ કોરોનાના બીજા સ્ટ્રેન દુનિયામાં તબાહી મચાવી શકે છે. એવામાં આ શોધની મદદથી તેને રોકવામાં મદદ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp