બીજી લહેરે જેટલા લોકોની રોજગારીનો ભોગ લીધો તે આંકડો જાણી ચોંકી જવાશે  

PC: businesstoday.in

કોરોના સંક્રમણની લહેર રોજગારી માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એક જવાબદાર સંસ્થાએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે દેશમાં છેલ્લા પાંચ મહિનામાં 3.6 કરોડ લોકો અને ગુજરાતમાં 10 લાખ થી વધુ લોકોએ તેમના રોજગાર ગુમાવ્યા છે. ભારતના રાજ્યોમાં રોજગારીની સ્થિતિ દયનિય બની છે.

સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ અને મે મહિના દરમ્યાન ગયા વર્ષની તુલનાએ વધુ ખરાબ જોવા મળી છે. ગુજરાતમાં શ્રમિકોની હાલત વધારે ખરાબ બની છે. એ સાથે મધ્યમવર્ગનને ઇંધણના ભાવવધારા અને મોંઘવારીના કારણે કડવા ઘૂંટડા પીવા પડી રહ્યાં છે.

ગયા વર્ષે લોકાડાઉન હતું તેમ છતાં આ વર્ષે બેરોજગારીની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. આ વધારાનાનું કારણ સતત બીજા વર્ષે ઉદ્યોગ ધંધાને થયેલી અવળી અસર છે. આ વર્ષે સંપૂર્ણ લોકડાઉન ન હતું તેમ છતાં મજૂરોની રોજી છીનવાઇ છે. દેશમાં મે મહિનામાં બેરોજગારીનો દર વધીને 11.9 ટકા થયો છે જે જૂનમાં પણ વધી રહ્યો છે. બીજી તરફ શ્રમિકોની ભાગીદારી 40 ટકાથી નીચે ઉતરી ગઇ છે અને હાલ તે 39.7 ટકા થઇ છે. એપ્રિલ અને મે મહિનામાં દેશવ્યાપી લોકડાઉનના કારણે લેબર માર્કેટની સ્થિતિ વધારે કથળી છે.

આ વર્ષે જાન્યુઆરી મહિના પછી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં 3.68 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે. ગુજરાતમાં તેનો આંકડો 10 લાખ થી પણ વધારે છે. જેમણે રોજગારી ગુમાવી છે તેવા દૈનિક વેતન મેળવનારા શ્રમિકોની સંખ્યા 2.71 કરોડ છે. ગુજરાતમાં જો દૈનિક રોજગારી મેળવતા શ્રમિકોની સંખ્યા ગણીએ તો તે 35 લાખ કરતાં વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp