26th January selfie contest

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝ્મા દાન કર્યુ

PC: khabarchhe.com

કોરોનાની વૈશ્વિક મહામારીમાં વરાછા ઝોન-બીની જવાબદારી સાથે પ્રજાની સેવામાં સમર્પિત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે કોરોનાને મ્હાત આપી, અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન આપવા પ્લાઝ્માનું દાન કર્યું છે. તેમણે કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી છે. પ્લાઝ્મા ડોનેટ કર્યા બાદ 28 દિવસ પછી રક્તદાન કરવાનો પણ સંકલ્પ કર્યો છે.

મનપાના ડે.કમિશનર એન.વી.ઉપાધ્યાયને તા.10 જુલાઇએ તાવના લક્ષણો જણાતા તા.12 જુલાઈના રોજ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઈ શારીરિક તકલીફ ન જણાતા 17 દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. હોમ આઈસોલેશનમાં સ્મીમેરના ડોકટરોની સારવાર મેળવ્યાં બાદ તા.27મી જુલાઈના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર લોકોની સેવામાં કાર્યરત થયા હતા.

એન.વી.ઉપાધ્યાય જણાવ્યું કે, 'તા.27 જુલાઈએ કોરોનામુક્ત થતાં જ સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે, 28 દિવસ પછી હું પણ પ્લાઝ્મા ડોનેટ કરીશ. 28 દિવસ પૂર્ણ થતા સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝ્મા આપવા માટે આવ્યો ત્યારે ખજાણ થઈ કે બ્લડની પણ અછત થઇ રહી છે, જેથી સંકલ્પ કર્યો છે કે હવે પછી 28 દિવસ પુર્ણ કરી રક્તદાન કરીશ. જેથી જરૂરિયાતમંદને રક્ત મળી શકે.

તેમણે સુરતીવાસીઓને રક્તદાનએ મહાદાન છે તો હાલમાં રક્તની અછત છે. સુરતીઓને રકતદાન કરવા પણ અપીલ કરી છે. નોંધનીય છે કે, મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે લોકડાઉનના સમયથી જ વરાછા ઝોન-બીની જવાબદારી બખુબી નિભાવી હતી. જેમાં શ્રમિકોને ભોજન, રાશનકિટસ પહોંચાડવાની જવાબદારી પણ ઉપાડી હતી. ઉપરાંત વરાછા ઝોન-બીના હોટસ્પોટ વિસ્તારોમાં ડિસઈન્ફેકશનથી લઈને લોકોને કોરોના વાઈરસ સામે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કર્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડૉ. અંકિતાબેન અને તેમની ટીમના સફળ માર્ગદર્શનથી વધુમાં વધુ કોરોનામુક્ત બનેલા લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવી રહ્યા છે. એમની ટીમ દ્વારા સુરતીવાસીઓ રક્તદાન કરવા પણ આગળ આવે એવી અપીલ કરી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp