કોરોના ઈફેક્ટઃ રત્નકલાકારોને મદદ કરવા રૂ.50 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું

PC: dawn.com

જ્વેલ્સ એન્જ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલે એક મોટી જાહેરાત કરી છે. રત્નકલાકારોને મદદ કરવા માટે રૂ.50 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવી રહ્યું છે. આ કાઉન્સિલના રાજેશ શાહે જણાવ્યું હતું કે, છ લોકોની કમિટી એનું સંચાલન કરશે. સાથોસાથ એકલવાયું જીવન જીવતા અને સતત ફેક્ટરીમાં રોકાતા લોકોને ભોજન કરાવવામાં આવશે. આજે કોરોના વાયરસને કારણે જુદા જુદા એકમોને અલગ અલગ અસર થઈ છે.

જેમાં ખાસ કરીને ભારતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ અને જ્વેલરી સેક્ટર્સને ખૂબ મોટી નકારાત્મક અસર થઈ છે. આજે આ બંને ક્ષેત્ર ચીન, હોંગકોંગ અને અમેરિકા સાથે 80 ટકા જેટલું એક્સપોર્ટ કરે છે. પણ છેલ્લા બે મહિનાની અંદર કોરોના વાયરસને કારણે વિશ્વમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે તમામ ઉદ્યોગો અને રોજગાર પર તેની નકારાત્મક અસર થઈ છે. આ બંને ક્ષેત્ર સાથે જોડાયેલા જે કારીગરો છે, એ તમામ કારીગરોની ચિંતા કરવા માટે આજે જ્વેલ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલની વીડિયો કોન્ફરન્સ મારફતે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમા નક્કી કરવામાં આવ્યું છે કે, CSR એક્ટિવિટીની અંદર 50 કરોડ રૂપિયા આ ઉદ્યોગ સાથે જે વર્કરો છે એમના માટે વાપરવામાં આવશે.

કઈ રીતના વાપરવા, તેનો ઉપયોગ ક્યાં કરવો એ માટે છ લોકોની એક કમિટી બની છે. આ કમિટી આ મુદ્દે બધું નક્કી કરી આવનારા દિવસોમાં આ રત્નકલાકારોને તથા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ માટેના પ્રયત્નો છે. છેલ્લા બે મહિનાથી કોરોના કહેર વર્તાવ્યો છે જેના કારણે શેરમાર્કેટથી લઈને સિનેમા સુધીના તમામ ક્ષેત્રમાં બધુ ઠપ થઈ ચૂક્યું છે. જેના કારણે દરરોજનું કમાતા લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp