પ્રાકૃતિક નહોતો કોરોના વાયરસ, આ જૈવિક યુદ્ધનું ષડયંત્ર હતું: શ્રી શ્રી રવિશંકર

PC: srisriravishankar.org

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કોરોના વાયરસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ પ્રાકૃતિક નહોતો અને આ મહામારી કેટલાક દેશોનું ષડયંત્ર હતું. આ એક જૈવિક યુદ્ધ હતું. સોમવારે અહીં મહારાષ્ટ્રમાં ધાર્મિક આયોજનને સંબોધિત કરતા રવિશંકરે કહ્યું કે, તેઓ સાચા સાબિત થયા છે કારણ કે, મોટા દેશ હવે કહી રહ્યા છે કે કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીન વધુ મદદગાર સાબિત નથી થઈ રહી.

શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, આખી દુનિયાએ કોરોના વાયરસ સામે લડવું પડ્યું. લોકોએ બે વર્ષ સુધી ઘરોની અંદર રહેવુ પડ્યું. કોરોના વાયરસના પ્રભાવ પર એ સમયે મેં કહ્યું હતું કે, આ બીમારી પ્રાકૃતિક નથી. મેં કહ્યું હતું કે આ બધુ કેટલાક દેશોના લોકોનું ષડયંત્ર છે. આ એક પ્રકારે જૈવિક યુદ્ધ છે. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે આગળ કહ્યું કે, તેમના શિષ્યોએ પણ તેમને આવુ ના કહેવાની સલાહ આપી હતી કારણ કે, તેને કારણે વિવાદ ઊભો થશે. જે હું કહી રહ્યો હતો, તે હવે સત્ય સાબિત થઈ ગયુ છે.

શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, મોટા દેશ જે કોરોના વાયરસની વેક્સીન બનાવી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે વેક્સીન એટલી પ્રભાવી નથી જેટલી હોવી જોઈતી હતી. તે કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને નથી રોકતી. દેશના યોગ અને આયુર્વેદ પર વિશ્વાસ હોવો જોઈએ. રવિશંકરે કહ્યું કે, તેમણે અનુભવ કર્યો કે હર્બલ અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે એનએઓક્યૂ 19 તૈયાર કરવામાં આવ્યું અને 14 હોસ્પિટલોમાં તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું.

તેમણે આગળ કહ્યું કે, એનએઓક્યૂ 19 કોરોના વાયરસને દૂર કરવા માટે એક દવાના રૂપમાં કામ કરી રહી છે. તેને વિદેશોમાં ઘણી મોટી યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવી અને લોકોને એહસાસ થયો કે, આ દવા કોરોના વાયરસને રોકવામાં સફળ હશે. આપણને આપણા દેશના યોગ અને આયુર્વેદ પર વિશ્વાસ હોવો જોઈએ.

ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 120 નવા મામલા આવ્યા બાદ દેશમાં અત્યારસુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 44685037 થઈ ગઈ છે. તેમજ, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1916 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ વાગ્યે જાહેર હાલના આંકડાઓ અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 530761 છે. તેમા કેરળમાં થયેલી એક વ્યક્તિના મોતનો આંકડો જોડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp