કોરોના વાયરસના કારણે ગુજરાતના આ ગામમાં યોજાયું પ્રથમ ડિજિટલ બેસણું

PC: youtube.com

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ગુજરાતી સાથે સાથે દેશમાં પણ કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારના સ્વજનનું અવસાન થતાં પરિવારના સભ્યોએ સગા-સંબંધીઓને બેસણામાં ઘરે નહીં બોલાવીને વીડિયો કોન્ફરન્સથી બેસણું યોજ્યું હતું.

રિપોર્ટ અનુસાર સાબરકાંઠામાં આવેલા પુંસરી ગામમાં રહેતા જયંતીભાઈ દરજી અવસાન થયું હતું. પરિવારના સભ્યોએ જયંતીભાઈના અંતિમ સંસ્કાર કરીને તેમના ઘરે બેસણું યોજ્યું હતું પરંતુ દેશમાં કોરોના વાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે આ દરજી પરિવારે અનોખી રીતે બેસણું યોજવાનું નક્કી કર્યું હતું.

બેસણામાં વધારે લોકો એકઠા ન થાય તે માટે પરિવારના સભ્યોએ ફેસબુકના માધ્યમથી 300થી વધુ સગા -સંબંધીઓની સાથે વીડિયો કોન્ફરન્સથી બેસણું. યોજયું હતું. ડિજિટલ બેસણામાં મુંબઈમાં રહેતો સ્વ. જયંતિભાઈનો પુત્ર પણ જોડાયો હતો. બેસણાની જગ્યા માત્ર ચારથી પાંચ લોકો હાજર હતા અને સામે કોમ્પ્યુટરના માધ્યમથી 150 કરતા વધારે સગા-સંબંધીએ બેસણામાં હાજર રહ્યા હતા અને સ્વ. જયંતીભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં થોડા સમય પહેલા એક ટેલિફોનિક બેસણું યોજવામાં આવ્યું હતું અને જેનો ઉદ્દેશ્ય હતો કે લોકોના કિંમતી સમયનો બચાવ થાય. ટેલિફોનિક બેસણામાં લોકોએ માત્ર ફોન કરીને હાજરી આપી હતી ત્યારે પુંસરી ગામે યોજાયેલ આ બેસણું દેશનું પ્રથમ ડિજિટલ બેસણું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp