કોરોનાને માત આપ્યા બાદ ફરી કોરોના થવા બાબતે ઓક્સફોર્ડની સ્ટડીમાં કરાયો નવો દાવો

PC: businessleader.co.uk

વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉનનો પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કોરોનાની વેક્સિન શોધવા માટે તમામ દેશના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. છતાં પણ હજુ સુધી એક પણ દેશને કોરોનાની અસરકરાક વેક્સિન શોધવામાં સફળતા મળી નથી પરંતુ કોરોના સંક્રમિત થયેલા લોકોને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં એક મહત્ત્વની માહિતી સામે આવી છે. તમે જો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છો તો ઓછામાં ઓછા છ મહિના તમારે બીજી વાર સંક્રમિત થવાનો ડર નથી. બ્રિટનની ઓક્સફોર્ડ યુનીવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પરથી આ માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇને સ્વસ્થ થાય છે તો તેને ઓછામાં ઓછા છ મહિના બીજી વખત સંક્રમિત થવાનો ખતરો રહેતો નથી.

આ બાબતે અભ્યાસ કકરનાર ઓક્સફોર્ડ યુનીવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ડેવિડ આયરે જણાવ્યું છે કે, એક સારી ખબર છે કે, આપણે થોડા સમય માટે ભરોષો કરી શકીએ છીએ કે, એક વખત સંક્રમિત થયા પછી બીજી વખત સંક્રમિત થઇ શકીએ નહીં. આ અભ્યાસ મેડીકલ સ્ટાફ પર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એક વાર સંક્રમિત થયેલા વ્યક્તિએ કોરોના વાયરસથી સુરક્ષા મળી જાય છે. એક વાર સંક્રમિત થયેલા લોકોમાં બીજી વખત સંક્રમિત થવાના કોઈ લક્ષણો દેખાયા નથી. જે 89 લોકો પર આ પરીક્ષણ કરવામાં આવ્યું તે તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ થોડા દિવસો પછી તે લોકોનો સંક્રમિત થયા હતા. એટલે આ અભ્યાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, મમનુષ્યના શરીરમાં તૈયાર થયેલા એન્ટીબોડી થોડા સમય પછી ખતમ થઇ જાય છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોના સંક્રમિત થયા પછી વ્યક્તિના શરીરમાં થોડા સમયમાં રોગ પ્રતિકારક શક્તિ એમજ રહે છે. હાલ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, કેટલા દિવસો સુધી વ્યક્તિના શરીરમાં આ રોગ પ્રતીકાકાર શક્તિ વધેલી રહે છે અને તેની અસર સંક્રમણની ગંભીરતા પર પણ પડે છે કે નહીં. આ બાબતે અભ્યાસ કરી રહેલા સુસાન હોપકીંસ કહે છે કે, આ પ્રકારના અભ્યાસ પરથી અમને કોરોના વાયરસના નવા લક્ષણો સમજવામ મદદ મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp