રાજકોટનો કિસ્સો, કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને મળતો નથી તંત્રનો સપોર્ટ

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે આત્મમંથન કરવાની હોય તેવુ લાગી રહ્યું છે આ કહેવાનું કારણ એ છે કે રાજકોટમાં જે બે લોકોના રિપોર્ટ આવ્યા છે તેમને પ્રથમ તબક્કામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા અને ત્યારબાદ જે માતા પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવે આવ્યા તેમના સંબંધીઓની હવે ફરિયાદ છે કે, તંત્ર દ્વારા ચેકઅપ માટે અને ક્વોરેન્ટાઇન બાબતે કોઈ મદદ કરવામાં આવતી નથી.

આ ફરિયાદ કરનાર સિનિયર સિટીઝન મહિલાએ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલાં અમે બંને બહેનો કોરોના ના દર્દી એવા વૃદ્ધાની ખબર પૂછવા માટે ગયા હતા. અમે ખબર પૂછીને આવ્યા પછી અમને જાણવા મળ્યું હતું કે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે અમે વોકહાર્ટમાં ગયા હતા અને ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે અહીં આવું કોઈ ચેકઅપ થતું નથી. એટલા માટે અમે વધારે માહીતી માટે હેલ્પલાઈન નંબર 104 પર ફોન કર્યો હતો અને 104 ઉપર અમને જણાવવામાં આવ્યું હતું કે તમે ઇચ્છો તો તમારા ઘરમાં હોમ કોરેન્ટાઇનમાં હેઠળ રહી શકો છો. ત્યારબાદ અમે 100 નંબર પર સાત વખત ફોન કર્યો પરંતુ અમારો ફોન કોઈ ઉપાડ્યો નહીં.

પોલોસને ફોન કર્યા પછી અમે 108 પર ફોન કરીને કહ્યું ત્યારે અમને જણાવ્યું કે, આ પ્રકારના કિસ્સાઓમાં એમ્બ્યુલન્સ આવશે નહીં. વૃદ્ધાની આ પ્રકારની ફરિયાદને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે ક્યાંકને ક્યાંક આત્મમંથન કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજ્યમાં અને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે અને તેના કારણે દેશભરમાં રે દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp