આરોગ્ય કમિશનર સહિત ગુજરાતના આ 5 IAS કોરોના પોઝિટિવ આવ્યા

PC: khabarchhe.com

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS અધિકારી રાજકુમાર બેનિવાલ, IAS અધિકારી હારિત શુક્લા, IAS અધિકારી અનોજ અગ્રવાલ અને IAS અધિકારી જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા છે. મહત્ત્વની વાત છે કે, IAS અધિકારી હારિત શુક્લા 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા અને તે સમયે તેમને હોમક્વોરેન્ટાઈનમાં રહીને સારવાર લીધી હતી. 5 IAS અધિકારી કોરોના સંક્રમિત આવતા કેબીનેટ મીટીંગનું આયોજન પણ રદ્દ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ IAS અધિકારીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવતી કાલે વધુ કેટલાક અધિકારીઓ કોરોના સંક્રમિત આવી શકે છે.

ગુજરાતમાં 3 તારીખે 1259 કેસ આવેલા અને બીજા દિવસે 2265 કેસ થઈ ગયા

રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિન-પ્રતિદિન કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી લહેરમાં જે પ્રકારે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા વધારે ગતિથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં 900 કરતા વધારે નવા કેસ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તો બીજી તરફ IMA દ્વારા સરકારના રાજકીય-સામાજિક અને ધાર્મિક મેળાવળા બંધ કરવા માટે અને રાજ્યની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકના સમયમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. આ બે દર્દીમાંથી એક દર્દી ભાવનગર અને બીજો દર્દી નવસારીનો હોવાનું સામે આવ્યું છે. 4 જાન્યુઆરીના રોજ રાજ્યમાં 240 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા હતા. સાજા થનારા દર્દીઓની તુલનાઓમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધારે હોવાના કારણે રાજ્યમાં કોરોનાનો રીકવરી રેટ પણ ઘટીને 97.85 ટકા થયો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 7881 થઇ ગઈ છે અને 18 લોકો વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે. તો 4 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઓમીક્રોનના 2 કેસ સામે આવ્યા હતા. આ બંને કેસ અમદાવાદમાંથી સામે આવ્યા હતા. હાલ રાજ્યમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 154 પર પહોંચી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં જે 154 ઓમીક્રોનના કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદમાંથી 59, વડોદરામાંથી 25, સુરતમાંથી 17, આણંદમાંથી 15, ખેડામાંથી 8, રાજકોટમાંથી 6, ગાંધીનગરમાંથી 5, જામનગરમાંથી 4, મહેસાણામાંથી 4, કચ્છમાંથી 3, ભરૂચમાંથી 2, વડોદરા ગ્રામ્ય, પોરબંદર, જૂનાગઢ શહેર, બનાસકાંઠા, જામનગર ગ્રામ્ય અને અમરેલીમાંથી 1-1 કેસ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં 4 જાન્યુઆરીના રોજ જે 2265 કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. અમદાવાદમાંથી 1290, સુરતમાંથી 415, વડોદરામાંથી 86, આણંદમાંથી 70, કચ્છમાંથી 37, રાજકોટમાંથી 36, ખેડામાંથી 34, ભરૂચમાંથી 26, અમદાવાદ ગ્રામ્યમાંથી 24, મોરબીમાંથી 24, ગાંધીનગરમાંથી 23, રાજકોટ ગ્રામ્યમાંથી 21, ભાવનગરમાંથી 18, નવસારીમાંથી 18, જામનગરમાંથી 16, મહેસાણામાંથી 14, પંચમહાલમાંથી 14, ગાંધીનગરમાંથી 12, સુરત ગ્રામ્યમાંથી 9, વલસાડમાંથી 9, જૂનાગઢમાંથી 9, જૂનાગઢમાંથી 8, વડોદરા ગ્રામ્યમાંથી 8, જામનગર ગ્રામ્યમાંથી 7, બનાસકાંઠામાંથી 6, સાબરકાંઠામાંથી 6, અરવલ્લીમાંથી 5, ભાવનગર ગ્રામ્યમાંથી 4, દ્વારકામાંથી 4, જૂનાગઢ ગ્રામ્યમાંથી 4, મહીસાગરમાંથી 4, અમરેલીમાંથી 3, ગીર સોમનાથમાંથી 3, તાપીમાંથી 2, દાહોદમાંથી 1, ડાંગ અને સુરેન્દ્રનગરમાંથી 1-1 કેસ નોંધાયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp