સૌરાષ્ટ્રનો આ જિલ્લો થયો કોરોનામુક્ત, હવે નથી કોરોનાનો એક પણ એક્ટિવ કેસ

PC: abplive.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની અર્થ વ્યવસ્થા ઉભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં લોકોને ઘણી રાહત આપવામાં આવી છે. નોન કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ધંધા-ઉદ્યોગો, ઓફિસ અને દુકાન ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગની સારી કામગીરીને કારણે સૌરાષ્ટ્રનો એક જિલ્લો કોરોના મૂક્ત બન્યો છે. જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓનો કોરોનાનાં રિપોર્ટ નેગેટિવ આવતા તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રમાં કોરોના મૂક્ત થનાર જિલ્લો દેવભૂમિ દ્વારકા છે. દ્રારકા જિલ્લો બીજી વખત કોરોના મૂક્ત થયો છે. દ્વારકામાં કોરોના 7 દર્દીઓ જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મૂક્ત થયો છે. મહત્ત્વની વાત એ છે કે, દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં કુલ 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તમામ કેસ રીકવર થઇ ગયા છે. તો બીજી તરફ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, દર્દીઓને સલાયામાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજ્યના મોરબીમાં પણ કોરોનાનો એક્ટિવ કેસ નહોતો પરંતુ ફરી મોરબીમાં કોરોના એક કેસની રી-એન્ટ્રી થઈ છે એટલે હવે રાજ્યમાં ડાંગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એવા છે કે, જેમાં હાલ કોરોના એક પણ એક્ટિવેટ રહ્યા નથી. તમામ દર્દીઓ કોરોના મૂક્ત થઈને તેમના ઘરે પરત ફર્યા છે.

મહત્ત્વની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં બે જિલ્લા એવા હતા કે, જેઓ ગ્રીન ઝોન તરીકે બહાર આવ્યા હતા. જેમાં જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થતો હતો. લોકડાઉનના 50 દિવસ બાદ જૂનાગઢમાં એક ડૉક્ટર અને કમ્પાઉન્ડનો પોઝિટિવ રીપોર્ટ આવતા જૂનાગઢમાં પહેલા બે કેસ નોંધાયા હતા અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સુરતમાં રહેલા લોકોને તેમના વતન જવાની છુટ આપવામાં આવતા અમરેલીમાં સુરતથી ગયેલા એક વૃદ્ધા અને બાળકને કોરોના પોઝિટિવ આપતા અમરેલી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. રાજ્યમાં હાલ એક પણ જિલ્લો એવો નથી કે, જયાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp