અમેરિકનોને દુવાઓની જરૂર, ઈચ્છું છું કે તમામ પ્રાર્થના સ્થળ ખુલેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

PC: cdn.cnn.com

કોરોના વાયરસની રફ્તારને નિયંત્રિત કરવામાં અત્યારસુધી નિષ્ફળ સાબિત થયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે, પ્રાર્થનાના દમ પર તેઓ આ જંગને જીતી શકે છે. કદાચ આ જ કારણ છે કે, તેમણે તમામ રાજ્યોના ગવર્નરોને વહેલામાં વહેલી તકે પ્રાર્થના સ્થળ ખોલવા માટે કહ્યું છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આયોજિત એક ન્યુઝ કોન્ફરન્સમાં કહ્યું, આજે હું તમામ ચર્ચ, સિનગૉગ (યહૂદી પ્રાર્થનાસ્થળ) અને મસ્જિદોની અતિઆવશ્યક સ્થળોના રૂપમાં ઓળખ કરી રહ્યો છું, જે અતિઆવશ્યક સેવાઓ પ્રદાન કરે છે.

તેમણે આગળ કહ્યું કે, તમામ રાજ્યપાલોએ આ દિશામાં કામ કરવાની જરૂર છે અને તેમણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અતિઆવશ્યક સ્થળોને વહેલામાં વહેલી તકે ખોલવાની પરવાનગી આપી દેવી જોઈએ. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો ગવર્નર કંઈ નહીં કરશે, તો પછી તેમણે પોતે કોઈ નિર્ણય લેવો પડશે. રાષ્ટ્રપતિએ કહ્યું, ગવર્નરોએ જલ્દી નિર્ણય લેવો જોઈએ, જો તેઓ કંઈ નહીં કરશે તો પછી મારે તેમની વિરુદ્ધ જવું પડશે. અમેરિકામાં આપણને ઓછી નહીં પરંતુ વધુ પ્રાર્થનાની જરૂર છે.

અમેરિકામાં અતિઆવશ્યક સેવાઓના નિર્ધારણ સંઘીય સરકારને બદલે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓને વિશેષાધિકાર છે. ઘણા રાજ્યોમાં કોરોનાના પ્રકોપને જોતા ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવ્યા છે. અહીં સમૂહોમાં પ્રાર્થના કરવા પર પ્રતિબંધ છે. કેટલાક ક્ષેત્રોમાં સખત સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો અંતર્ગત ચર્ચ ખુલ્યા છે. પરંતુ ટ્રમ્પ ઈચ્છે છે કે, તમામ પ્રાર્થના સ્થળોને અતિઆવશ્યક સેવાઓંમાં સામેલ અન્ય સ્થળોની જેમ ખોલવાની પરવાનગી આપવામાં આવે- જેમાં મેડિકલ સ્ટોર, રેસ્ટોરન્ટ્સ, સુપરમાર્કેટ, હોસ્પિટલ અને ક્લીનિકની સાથે જ દારૂની દુકાનો આવે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, કેટલાક ગવર્નરોએ દારૂની દુકાનો અને ગર્ભપાત ક્લીનિકોને અતિઆવશ્યક સેવા માની છે, પરંતુ ચર્ચ અને અન્ય પ્રાર્થના સ્થળોને છોડી દેવામાં આવ્યા છે, તે યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના કાલમાં ગર્ભપાત ક્લીનિક ખોલવાના નિર્ણયને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp