અહીં ડેથ સર્ટિફિકેટ બનાવનારા લોકોની સંખ્યામાં થયો વધારો, મેમાં થઇ 2259 અરજી

PC: nationalgeographic.com

સરકારી આંકડાઓમાં કોરોનાની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ વારાણસીમાં મૃતકોની સંખ્યા વધારે છે. સામાન્ય દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 450-500 ડેથ સર્ટિફિકેટ દર મહિને આપવામાં આવે છે. અહીં 3 મહિનાથી તેની સંખ્યા 2-3 ગણી વધી ગઈ છે. કોરોના વાયરસની બીજી લહેરમાં મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેથ સર્ટિફિકેટ બનાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. નગર સ્વાસ્થ્ય અધિકારી ડૉ. એન.પી. સિંહના જણાવ્યા મુજબ મે 2021મા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2259 લોકોએ ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે અરજી આવી છે.

જાન્યુઆરીથી લઈને મે સુધી 6483 લોકોના મોત થયા છે. તેમાં જાન્યુઆરી મહિનામાં 1232 લોકોના મોત થયા છે, તો અહીં ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો વધીને 1366 સુધી પહોંચી ગયો. બીજી તરફ માર્ચમાં આ આંકડો 739 રહ્યો, તો એપ્રિલમાં 887 પર પહોંચી ગયો. મે મહિનામાં 2,259 લોકોના મોત થયા છે. ગત માર્ચમાં 729, એપ્રિલમાં 888 ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને ગત વર્ષે એપ્રિલના મહિનામાં માત્ર 475 ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે એપ્રિલમાં 888 ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન કાર્યાલય પર રોજ 30થી વધારે લોકો ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે પહોંચી રહ્યા છે, જ્યારે ગત વર્ષે મે મહિનામાં માત્ર 10-15 લોકો જ પહોંચી રહ્યા હતા. વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને એક CRS ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરી છે, જેના પર બધી સરકારી અને ખાનગી હૉસ્પિટલ પોતાને ત્યાં થતા રોજિંદા મોતની ઓનલાઇન ફીડ આપે છે અને પરિવારજનો એક અઠવાડિયા બાદ જઇને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ડેથ સર્ટિફિકેટ લે છે.

મૃત્યુના 21 દિવસની અંદર અરજી કરવા પર સર્ટિફિકેટ નિઃશુલ્ક બને છે. ત્યારબાદ અરજી કરવા પર 20 રૂપિયાનો ચાર્જ લાગે છે. જો ઘરે કોઈનું મોત થયું હોય તો ડેથ સર્ટિફિકેટની અરજી સાથે અગ્નિસંસ્કારની રસીદ, મૃતકનો આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ, 2 પાડોશીઓના આધારકાર્ડ જમા કરાવી શકો છો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા તપાસ બાદ ડેથ સર્ટિફિકેટ બની જશે. તેનો ચાર્જ માત્ર 20 રૂપિયા છે. જોકે એ અરજી માત્ર એક મહિનાની અંદર થવી જોઈએ, તેનાથી વધારે મોડું થવા પર પહેલા CMO કાર્યાલયથી અને એક વર્ષથી વધારાનું SDM કાર્યાલય પર વેરિફિકેશન કરાવવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp