કોરોનાથી યુરોપમાં થઈ શકે છે વધુ 7 લાખ મોત, WHOએ આપી ગંભીર ચેતવણી

PC: dnaindia.com

વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસે કોરોના વાયરસની હાલની સ્થિતિ પર એક મોટું અપડેટ આપ્યું છે. કોપનહેગનમાં ઉપસ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ સ્થિત ઓફિસથી તેમણે કહ્યું હતું કે ઠંડી બાદ વસંત સુધીમાં 7 લાખ વધુ મોત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ અનુમાન 53 દેશોને લઈને લગાવ્યું છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપે એમ પણ કહ્યું કે, હવે લોકો કોરોના સંક્રમણ માટે સુરક્ષા રાખતા નથી. હવે અતિસંવેદનશીલ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જરૂરિયાત છે.

તો એ લોકોને વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવાની જરૂરિયાત છે જેમની પ્રતિરોધક ક્ષમતા નબળી છે. એ સિવાય એ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ જેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે. તો જિનિવામાં ઉપસ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરે બૂસ્ટર ડોઝ પર તેનાથી વિપરીત વાત કહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષના અંત સુધી બૂસ્ટર ડોઝ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે કેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે, વિકાસશીલ દેશોમાં પણ વેક્સીન લગાવવી જરૂરી છે. આ વિકાસશીલ દેશોમાં અત્યારે પણ વેક્સીનની અછત છે.

અમીર દેશોની તુલનામાં આ દેશોમાં વેક્સીનની અછત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપના Regional Director Dr. Klugeએ કહ્યું કે યુરોપ અને મધ્ય એશિયામાં આ સમયે કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બનેલી છે. આપણે શિયાળાની સીઝનમાં હજુ તેનો સામનો કરવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપે એમ પણ કહ્યું કે, લોકોએ વેક્સીન લેવી જોઈએ. સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું હાલમાં પણ પાલન કરવું જોઈએ. Dr. Klugeએ કહ્યું કે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાને લઈને પરિસ્થિતિ અત્યારે પણ ચિંતાજનક છે.

યુરોપમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર રોજ 4200 મોત થયા છે. સંપૂર્ણ યુરોપમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 15 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. યૂરોપમાં કોરોના વાયરસના કેસ કેમ વધી રહ્યા છે તેના ત્રણ મુખ્ય કારણ છે. યુરોપમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે વાયરસ ઝડપથી ફેલાયો. માસ્ક પહેરવા અને ફિઝિકલ ડિસ્ટન્સને લઈને અહીં ઢીલ રાખવામાં આવી. વિશ્વ આરોગ્ય સંસ્થા (યુરોપ)એ ત્રીજું કારણ જણાવ્યું કે, હજુ પણ લોકોએ વેક્સીનેશન કરાવ્યું નથી એટલે 25 દેશોમાં બેડ અને 53માંથી 49 દેશોમાં ICU બેડની જરૂરિયાત હવે 1 માર્ચ 2022 વચ્ચે પડશે. 1 માર્ચ, 2022 સુધી કુલ મળીને 20 લાખ મોત કોરોના વાયરસના કારણે થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp