WHOએ કહ્યું માત્ર લોકડાઉનથી કોરોનાને ન રોકી શકાય, આ દેશોનું મોડલ અપનાવી શકે ભારત

PC: reutersmedia.net

કોરોના વાયરસની મહામારી દુનિયાભરના દેશોમાં તેની અસર દેખાડી રહી છે. ભારતમાં હાલમાં તે બીજા સ્ટેજ પર ચાલી રહી છે અને ત્રીજા સ્ટેજને ટાળવા માટે ભારતે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી છે અને કહ્યું કે, ભારતે જલદી દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે જે એક યોગ્ય પગલું છે. જોકે, તેની સાથે અન્ય નિર્ણયો પણ લેવાના રહેશે. કારણ કે માત્ર લોકડાઉનથી આ વાયરસનો ખતરો ટાળી શકાય એમ નથી.

સંસ્થાના ચેરમેન ડૉ. ટ્રેડોસ, ડૉ. મારિયા વેન અને માઈકલ રેયાને ભારતથી જોડાયેલ સમસ્યાઓ અંગે વાત કરી.. જ્યારે તેમને ભારતના લોકડાઉન અને ત્રીજા સ્ટેજ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે માત્ર લોકડાઉનથી કોરોનાના ખતરાને ટાળી શકાશે નહીં.

WHOના ચેરમેન ડૉ.ટ્રેડોસે કહ્યું કે, ભારતની પાસે કોરોનાને હરાવવાની ક્ષમતા છે અને તે સારી વાત છે કે તેમણે પહેલાથી જ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો. જે દેશોમાં યોગ્ય સમયે નિર્ણયો લેવામાં આવ્યા નથી અને સાવચેતી રાખવામાં આવી નથી ત્યાં આ વાયરસની ખરાબ અસર જોવા મળી છે. માટે સૌ કોઈની સામે એ પડકાર છે કે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

ડૉ. રેયાને કહ્યું કે, લોકડાઉન એક સારો નિર્ણય છે, પણ હવે ભારતે આગળ કેસની તપાસ કરવાની રહેશે. પીડિતના સંપકમાં જે પણ આવ્યું છે, તેને આઈસોલેટ કરવાના રહેશે. જો આ બધુ થશે તો જ કોરોનાને આગળ વધતા રોકી શકાશે. ભારતે પોલિયોથી દુનિયાને જીત અપાવી છે, એવામાં કોરોના પર પણ તે કમાલ કરી શકે છે.

લોકડાઉનને લઈને ડૉ. મારિયાએ કહ્યું કે, એવું નથી કે તમે અમુક સમય સુધી લોકડાઉન લગાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તમારે આગળ તમારા પ્લાનમાં ફેરફાર કરવાનો રહેશે. એવામાં ચીન અને સિંગાપુરનું મોડલ અપનાવી શકાય છે. કારણ કે ત્યાં અલગ અલગ ક્ષેત્રમાં ઘણી રીતના નિર્ણયો લેવામાં આવ્યા છે.

દુનિયાભરના નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસના ખતરાને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા જ નિપટાવી શકાય છે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp