દુબઇથી આવેલા ગાંધીનગરના યુવાને પરિવારના આટલા સભ્યોને ચેપ લગાવી દીધો

PC: dainikbhaskar.com

 વિદેશથી આવેલા યુવાનો કે પરિવારના સભ્યો જાતે 14 દિવસ સુધી ઘરની બહાર ન નિકળે તો તેઓ હજારો લોકોને કોરોના વાયરસના ચેપથી બચાવી શકે. જો કે ગાંધીનગરમાં થયેલા છ કેસોમાં એક મહત્વની બાબત એવી સામે આવી છે કે વિદેશમાં જઇને પાછો આવેલો એક યુવક બિન્દાસ ફરી રહ્યો હતો. તેણે ખુદ તેના પરિવારના પાંચ સભ્યોને કોરોના પોઝિટીવ કેસ આપ્યા છે અને તેના બીજા મિત્રો અને સ્નેહીઓ ક્વોરેન્ટાઇનમાં સપડાયેલા છે.

 દુબઇથી ગાંધીનગર આવેલા 26 વર્ષિય યુવાન હોમ કોરન્ટાઇન નહીં રહેવાને કારણે કોરોના પોઝિટિવનો આંકડો ગાંધીનગરમાં વધી રહ્યો છે. સે-29નો આ યુવાન પોઝિટિવ આવ્યા બાદ તેની પત્ની અને દાદી બીજા દિવસે કોરોનામાં સપડાયા હતા, ત્યાર બાદ તેના પિતાએ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ પોઝિટિવ યુવાનના સંપર્કમાં આવેલા અને સેક્ટર-23માં રહેતા તેના ફોઇ તથા ફુવાનો પણ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.

 કોરોના વાયરસના પોઝિટીવ કેસ ગાંધીનગરમાં વધવા પાછળનું કારણ દુબઇથી આવેલો એ યુવાન છે. જો તે જાતે 14 દિવસ સુધી ઘરની બહાર નિકળ્યો ન હોત અને હોસ્પિટલમાં જઇને સારવાર મેળવી હોય તો તેના પરિવારના સભ્યોને ચેપ લાગતા અટકી શક્યો હોત. તેના કારણે પરિવાર ઉપરાંત બીજા મિત્રો પણ ફસાઇ ચૂક્યાં છે. આ યુવાન 17મી માર્ચે દુબઇથી ગાંધીનગર પાછો આવ્યો હતો અને બીજા દિવસથી તબિયત બગડતી હોવા છતાં તે શહેરમાં ફર્યો હતો.

 આખરે તે અમદાવાદ સિવિલમાં દાખલ થયો હતો અને ત્યાં ટેસ્ટ કરાવતા ગયા શનિવારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે દુબઇ ગયેલી તેની પત્ની અને તેના ઘરમાં રહેતી 80 વર્ષિય દાદીના કેસ પણ બીજા દિવસે પોઝિટિવ આવ્યા હતા. એક જ પરિવારના કુલ છ સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યો છે અને તેઓ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp