13 વર્ષના બાળકે લીધી 6 બોલમાં 6 વિકેટ

14 Aug, 2017
10:31 AM
PC: firstpost.com

ઇંગ્લેન્ડના 13 વર્ષના લ્યૂક રોબિનસને ફિલાડેલફિયા ક્લબ તરફથી રમતા સતત 6 બોલમાં 6 વિકેટ લઈ મેચ વિનિંગ ઓવર ફેંકી હતી. તેણે યજમાન ટીમ લેંગલી પાર્કના 6 બેટ્સમેનને બોલ્ડ કર્યા હતા. આ મેચની વિશિષ્ટ વાત એ છે કે લંડનમાં રમાયેલ આ અન્ડર-13 મેચમાં લ્યૂકના પિતા સ્ટીફન અમ્પાયર હતા, તેની માતા સ્કોરર હતી તથા તેનો નાનો ભાઈ ટીમમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આમ, આખા પરિવારે સ્ટેડીયમમાં જ લ્યૂકની ઉપલબ્ધિ નિહાળી હતી.

Leave a Comment: