ગેલનો જાદુ ઓસર્યો, PSLમા કોઈએ ન ખરીદ્યો

15 Nov, 2017
12:31 AM
PC: imgci.com

વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલને કોઈપણ ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે તલપાપડ હોય છે, પરંતુ હવે તેનો જાદુ ઓસરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. વાત એવી છે કે, પાકિસ્તાન ક્રિકેટ લીગ(PSL)માં થયેલા ઓક્શનમાં ક્રિસ ગેલને કોઈએ ખરીદ્યો નહોતો. આ ઓક્શનમાં 6 ફ્રેન્ચાઇઝીઓએ ભાગ લીધો હતો, પરંતુ કોઈએ ગેલને ન ખરીદતા લોકો હેરાન થઈ ગયા હતા. તેને ન ખરીદવા પાછળનું કારણ તેનું પ્રદર્શન છે. પહેલી સિઝનમાં ગેલ લાહોર કલંદર્સ તરફથી રમ્યો હતો અને તેણે 5 મેચમાં ફક્ત 103 રન બનાવ્યા હતા.

Leave a Comment: