26th January selfie contest

ઓક્સફોર્ડ રિટર્ન આતિશીએ કઈ રીતે બદલી દિલ્હીના એજ્યુકેશનની તસવીર

PC: wwmindia.com

આમ આદમી પાર્ટી (AAP)ને આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત મળી છે. AAPએ ચૂંટણીમાં 62 સીટો મેળવી છે, જ્યારે BJPના ભાગે માત્ર 8 સીટો જ આવી છે. AAPના સૌથી ચર્ચિત ચહેરાઓમાં આતિશી પણ સામેલ છે. ઓક્સફોર્ટમાં ભણેલી આતિશી વિશે કહેવામાં આવે છે કે, તેણે દિલ્હીની સરકારી સ્કૂલોની તસવીર બદલી નાંખી છે. તો ચાલો તમે પણ જાણી લો આતિશી સાથે સંકળાયેલી કેટલીક ખાસ વાતો...

મે 2019માં યોજાયેલી ચૂંટણીમાં પણ આતિશી ચૂંટણી લડી હતી, પરંતુ ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં તે ત્રીજા નંબર પર રહી હતી. AAP માટે ઘણા મહત્ત્વપૂર્ણ શિક્ષણ સુધારાઓનું નેતૃત્વ કરવા છતા પૂર્વી દિલ્હી નિર્વાચન ક્ષેત્રની ચૂંટણી લડેલી આતિશી પોતાની જમાનત પણ બચાવી નહોતી શકી.

આતિશીના માતા-પિતા વિજાય સિંહ અને તૃપ્તા વાહી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. કાર્લ માર્ક્સ અને વ્લાદિમીર લેનિનના નામોના સંયોજનથી તેમને માર્લેના સરનેમ આપવામાં આવી. બાદમાં તેમણે આતિશી માર્લેના નામમાંથી સરનેમ હટાવી દીધી.

આતિશીએ સેન્ટ સ્ટીફન્સ કોલેજના ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2003માં માસ્ટરનો અભ્યાસ કરવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ગઈ. જણાવી દઈએ કે, આતિશીએ દિલ્હીની સરકારી સ્કૂલોમાં Happiness Curriculumની શરૂઆત કરી હતી. આ પ્રકારના ક્લાસને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

આતિશીએ પોલિટિક્સમાં આવતા પહેલા કર્ણાટકની ઋષિ વેલી સ્કૂલમાં બાળકોને ઈતિહાસ ભણાવ્યો છે. તે સમયે તેઓ એક NGO સાંભવન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક પોલિસીમાં પણ સામેલ હતા. તેમનો રસ એજ્યુકેશનમાં નીતિ નિર્ધારણ કરવામાં હતો.

શિક્ષણના ક્ષેત્રમાં તેમના કામને જોતા તેઓ આજે દિલ્હીના શિક્ષા મંત્રીના સલાહકાર છે. તેમની સલાહ અંતર્ગત, એક નવા નર્સરી અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષકો માટે પ્રશિક્ષણ ક્ષત્રોને બેગણા કરી દેવામાં આવ્યા છે. સાથે જ ગેસ્ટ લેક્ચરરની નિયુક્તિને ઝડપી બનાવવામાં આવી રહી છે અને માતા-પિતા કે વાલીઓ સાથે મીટિંગને અનિવાર્ય બનાવવામાં આવી રહી છે.

આતિશી પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી અને તેમાં જીત પણ મેળવી. તેમણે કાલકાજી સીટ પરથી AAP તરફથી ચૂંટણી લડી. તેમની વિરુદ્ધ BJP ઉમેદવાર ધરમબીર સિંહ ઊભા હતા, જેને આતિશીએ જોરદાર ટક્કર આપી અને 11393 વોટોથી ચૂંટણી જીતી લીધી.

AAP શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલ કામોનો ખૂબ પ્રચાર કરી રહી છે. કહેવું ખોટું નહીં હશે કે, શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોમાં આતિશીની મહેનત છૂપાયેલી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp