અમરનાથઃ 2023ની બાબા બર્ફાનીની પહેલી તસવીર આવી સામે, કરો શિવલિંગના પહેલા દર્શન

PC: twitter.com

આ વર્ષના બાબા બર્ફાનીની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરોમાં અમરનાથ ગુફા અને બાલટાલનો વિસ્તાર નજરે પડી રહ્યો છે. ચારેય તરફ બરફ જ બરફ છે અને ગુફાની અંદર બરફની એક શિવલિંગ બની ચૂકી છે. જો કે, આ તસવીર કોણે લીધી છે તેની ખબર પડી શકી નથી. આ વર્ષની અમરનાથ યાત્રા શરૂ થવામાં અત્યારે લગભગ 2 મહિનાનો સમય બચ્યો છે, પરંતુ અમે તમને આજે જ બાબા અમરનાથના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. કેટલાક લોકો પહેલા જ પવિત્ર ગુફા સુધી જવામાં સફળ થઈ ચૂક્યા છે અને આ તસવીરો તેમણે જ ગુફામાંથી ક્લિક કરી છે અને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ બાબા બર્ફાનીની વર્ષ 2023ની પહેલી તસવીર છે. શિવ ભક્ત સમય પહેલા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી બાબાની તસવીરો બાબતે જાણકારી મળી છે કે કેટલાક શિવ ભક્ત મેના પહેલા અઠવાડિયામાં જ ગુફામાં જઈને દર્શન કરી આવ્યા છે. યાત્રા માટે તૈયારીઓ એપ્રિલના મહિનાથી જ શરૂ કરવામાં આવી છે અને રસ્તા પર બરફ હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. બાકી સુવિધાઓ પર ચાલુ કરવામાં આવી રહી છે.

આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઇના રોજ પ્રારંભ થઈ રહી છે. અત્યાર સુધી અમરનાથ બોર્ડ તરફથી કોઈ પણ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી અને ન તો આ તસવીરોની તેમણે પુષ્ટિ કરી છે. અમે પણ આ તસવીરોની પુષ્ટિ કરી રહ્યા નથી. યાત્રાની તૈયારીઓને લઈને બાલટાલ બેસ કેમ્પથી પવિત્ર અમરનાથ ગુફા સુધી 14 કિલોમીટર લાંબા ટ્રેક પર બરફ હટાવવાનુ કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મહિનાના અંત સુધી બાલટાલથી લઈને ગુફા સુધી બધુ કામ કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પવિત્ર અમરનાથ યાત્રાના ઇતિહાસમાં પહેલી વખત યાત્રાના ટ્રેક પર દેખરેખની જવાબદારી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ને આપવામાં આવી છે. અમરનાથ ગુફા 3,888 મીટર એટલે કે 12,756 ફૂંટની ઊંચાઈ પર સ્થિત છે. અમરનાથ ગુફા લગભગ 40 મીટર લાંબી અને 12 મીટર પહોળી છે. આ વર્ષે 1 જુલાઈથી થનારી યાત્રા 31 ઓગસ્ટ રક્ષા બંધન સુધી ચાલશે. આ વર્ષેની 62 દિવસની યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ જબરદસ્ત છે. અમરનાથ યાત્રા માટે 17 એપ્રિલથી ઓફલાઇન અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp