GTU પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોએ 36 લાખના ઇનામો જીત્યા

PC: vccircle.com

ત્રણ દિવસ માટે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમીટ 2018ની ગ્રાન્ડ ચેલેન્જમાં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી પ્રેરિત ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઝળક્યા હતા. તે ત્રણેય પ્રોજેક્ટની ટીમોએ કુલ રૂ. 36 લાખના ઇનામો જીત્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમીટ 2018નું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાન્ડ ચેલેન્જ વિભાગમાં ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં GTU પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ 16 પ્રોજેક્ટોની ફાઈનલમાં મેદાન મારી ગયા હતા. તે ઈનોવેટીવ પ્રોજેક્ટોમાં કૌસ્તુભ મોડના સ્ટાર્ટ અપ મોડ ઈનોવેશન એલએલપી, મનન પટેલ અને અંજીલ જૈનના પ્રોજેક્ટ વિનસ્પાયર એગ્રોટેક તેમજ ધવલ પટેલ અને દિપ લોઢારીના પ્રોજેક્ટ ઑલ ધેટ ડીપ્સનો સમાવેશ થાય છે.

GTUના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ નવીન શેઠે પુરસ્કાર વિજેતા ટીમોને અભિનંદન આપતા કહ્યું હતું કે GTU ઈનોવેશન કાઉન્સિલ ઘણા વર્ષોથી ઈન્ક્યુબેશન કામગીરી બજાવી રહી છે. તેને વધુ મજબૂત બનાવવા સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાદેશિક ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ પારિતોષિકો પ્રાપ્ત થયા તે બદલ GTU ઈનોવેશન કાઉન્સિલના નિયામક હિરણ્મય મહંતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત પ્રાધ્યાપકો અને મેન્ટર ટીમને અભિનંદન આપું છું.

પ્રોજેક્ટો વિશે:

મોડ ઈનોવેશન એલએલપી: આ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટમાં એવું મશીન વિકસાવવામાં આવ્યું છે કે જેના વડે પ્લાસ્ટર કામ, છતનુ વોટર પ્રુફીગ વગેરે કામગીરી આસાન અને ઝડપી બની શકે. તેનાથી કારીગર અને બિલ્ડર બંનેને ફાયદો થાય ઍવો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યોમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટોમાં આ મશીનની માંગ વધી છે.

ઑલ ધેટ ડીપ્સ: આ ઈનોવેટીવ પ્રોજેક્ટમાં કુદરતી સંસાધનોમાથી બનાવવામાં આવેલી ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. તેની વાનગીઓમાં મેક્સિકન, અમેરિકન અને અરેબિયન ફૂડનો સમાવેશ થાય છે.

વિનસ્પાયર એગ્રોટેક: આ પ્રોજેક્ટને કૃષિમાં ઘણી સફળતા મળી છે. તેમાં ખેતીના પરંપરાગત ઓજારોનું સ્થાન લઈ શકે તેમજ સમય અને નાણાંની બચત થાય એવી વ્યવસ્થા મશીન વડે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp