સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો

PC: dainikbhaskar.com

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોરણ 10ના વિદ્યાર્થીને શાળામાં જ અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થી સાથે કોઈ વાતને લઇને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લેવાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીએ 12માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેના કારણે ઘાયલ થયેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 વિદ્યાર્થી અને ધોરણ 12માં અભ્યાસ કરતા અજય પાટીલ વચ્ચે કોઈ વાતને લઈને જઘડો થયો હતો. આ જઘડો થયા બાદ જ્યારે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ છૂટ્યા તે સમયે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અજય પાટીલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજય પાટીલને પગના ભાગે ઈજા થવાના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જયારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીને જાણ થઇ ત્યારે તેઓ પણ હોસ્પિટલ પર દોડી ગયા હતા.

અ ઘટના પરથી સવાલો એ ઉઠી રહ્યા છે કે, ધોરણ 10ના વિદ્યાથી પાસે ચપ્પુ જેવું હથિયાર ક્યાથી આવ્યું અને તે કેટલા સમયથી ચપ્પુ લઇને ફરતો હતો. શું શાળામાં વિદ્યાર્થીઓનું આ પ્રકારે ધ્યાન રાખવામાં આવતું હશે. ઉલ્લેખનીય છે કે, સુરતના લીંબાયત વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક રૂમીયો આ જ રીતે કન્યા શાળામાં ઘૂસી ગયો હતો. પણ જયારે આ વાતની જાણ આસપાસના સ્થાનિક લોકોને થઇ ત્યારે સ્થાનિક લોકોએ રોમિયોને પકડીને માર માર્યો હતો. ત્યાબાદ પોલીસ હવાલે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp