ભૂપેન્દ્ર ચૂડાસમા અને વિભાવરી દવે શિક્ષણમાં નાપાસ

PC: twitter.com/vibhavaridave

ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્સની 90%થી લઈ 35% સુધી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA- MCA, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્સની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો ભરાઈ છે, જ્યારે 1 લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્સની ઓવર રોલ 49% બેઠકો જ ભરાઈ છે જ્યારે 51% બેઠકો ખાલી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરી દવે સદંતર નિષ્ફળ રહ્યા છે.

સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપી દીધું છે. ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની 63846 સીટો માંથી 30521 સીટો ભરાઈ છે. એટલે કે 47% બેઠકો ભરાઈ છે જ્યારે 53% સીટો ખાલી રહી છે. તો MCAની 4732 સીટોમાંથી માત્ર 589 સીટો ભરાઈ છે. એટલે કે MCAની 12% જ સીટો ભરાઈ છે જ્યારે 88% સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની 27% સીટો ભરાઈ છે જ્યારે 73% સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્સની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્સની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે.

એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA-MCA સહિતના કોર્સની 60%થી 90% બેઠકો ખાલી રહી છે.

પ્રોફેશનલ કોર્સની વર્ષ-2016ની સ્થિતિ

કોર્સ - કુલ બેઠકો - ખાલી બેઠકો - ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જિનિયરિંગ - 68667 - 30609 - 45%
ડિગ્રી-ડિપ્લોમા - ફાર્મસી - 5385 - 2111 - 40%
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ - 43080 - 26568 - 62%
MBA - 10100 - 4184 - 42%
MCA - 5890 - 5353 - 91%
કુલ - 155353 - 82762 - 54%

પ્રોફેશનલ કોર્સની વર્ષ-2017ની સ્થિતિ

કોર્સ - કુલ બેઠકો ખાલી - બેઠકો ખાલી – બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જિનિયરિંગ - 68113 - 33704 - 50%
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી - 5675 - 928 - 13%
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ - 45067 - 31106 - 69%
MBA - 9870 - 3456 - 35%
MCA - 5410 - 4887 - 91%
ડિપ્લોમા એન્જિનિયરિંગ - 66715 - 25322 - 38%
કુલ - 232028 - 120798 - 52%

પ્રોફેશનલ કોર્સની વર્ષ-2018ની સ્થિતિ

કોર્સ - કુલ બેઠકો - ખાલી બેઠકો - ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જિનિયરિંગ - 63846 - 33325 - 53%
ડિગ્રી-ડિપ્લોમા - ફાર્મસી - 5745 - 809 - 14%
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. - 48758 - 35681 - 76%
MBA - 8979 - 2065 - 23%
MCA - 4732 - 4143 - 88%
ડિપ્લોમા એન્જિનિયરિંગ - 61650 - 16477 - 27%
કુલ - 222667 - 122943 - 51%

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp