NEET 2018નું એડમિટ કાર્ડ જાહેર થયું, 6 મે ના રોજ લેવાશે પરીક્ષા

PC: chandigarhmetro.com

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે મંગળવારે NEET 2018 માટે એડમિટ કાર્ડ ઈશ્યુ કર્યું છે. એડમિટ કાર્ડને CBSCની ઓફિશિયલ વેબસાઈટ cbseneet.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. NEET 2018 પરીક્ષા 6 મે 2018ના દિવસે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન લેવાશે.

NEETના આવેદનની પ્રક્રિયા આ જ વર્ષે 8 ફેબ્રુઆરીમાં શરૂ થશે. પહેલા આવેદન માટેની છેલ્લી તારીખ 9 માર્ચ હતી, પણ તેને લંબાવીને 12 માર્ચ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઉમેદવારોને પ્રવેશપત્ર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે નહીં. દરેક ઉમેદવારે એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહે છે અને ભર્યા બાદ રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર જતું રહેશે.

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટને કારણે આ વર્ષે વિવાદો પણ થયા હતા. વિવાદના પગલે એન્ટ્રેન્સ ટેસ્ટનો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જેમાં CBSCએ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ના પડી દીધી હતી. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આ વર્ષે પરીક્ષામાં એક જ પેપરમાં ભૌતિક, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન સાથે જોડાયેલા કુલ 180 પ્રશ્ન હશે.

આ રીતે કરો ડાઉનલોડ

  • સૌ પ્રથમ NEETની વેબસાઈટ cbseneet.nic.in પર જાવ.
  • પ્રવેશપત્ર માટે લિન્ક પર ક્લિક કરો.
  • પેજ પર તમારી ડિટેઈલ, રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરો.    
  • પ્રવેશપત્ર તમારી સ્ક્રીન પર આવી જશે.
  • આ પ્રવેશ પત્રની એક પ્રિન્ટ આઉટ લઈ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp