આણંદમાં શાળામાં ભણવા આવેલા બાળકો પાસે કાદવ અને ગંદકી સાફ કરાવાયા

PC: dainikbhaskar.com

ગુજરાતમાં એક તરફ શિક્ષણની સ્થિતિ દિવસે ની દિવસે કથળી રહી છે, ત્યારે તંત્રને પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની અને અભ્યાસની ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવાના બદલે તેમની પાસે શાળાની સફાઈનું કામ કરાવવામાં આવે છે. જે જગ્યા પર બાળકોના હાથમાં પેન, પેન્સિલ હોવી જોઈએ તે જગ્યા પર બાળકોના હાથમાં સાવરણા અને પાવડા જોવા મળે છે. આ ઘટના છે, છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલી વણઘા પ્રાથમિક શાળાની કે, જ્યાં વરસાદના કારણે શાળામાં જામેલો કાદવ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસ સાફ કરાવવામાં આવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, ગત રાત્રિના સમયે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડતા રસ્તા પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પાણી વણઘા પ્રાથમિક શાળાની અંદર પણ ઘૂસી ગયા હતા. જોકે, સવારે શાળાના શિક્ષકો શાળાએ પહોંચ્યા ત્યારે તેમણે શાળાની અંદર કાદવ અને ગંદુ પાણી ભરાયેલું જોયું હતું. આ શિક્ષકોએ શાળામાં ભરાયેલો કાદવ અને ગંદકી સાફ કરવા માટે વિદ્યાર્થીઓને કામે લગાડ્યા હતા. શાળામાં ભણવા આવેલા બાળકો પાસે શાળાના શિક્ષકોએ શાળાનો કાદવ અને ગંદકી સાફ કરાવ્યા હતા.

જોકે, ભૂતકાળમાં આ પ્રકારના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓની પાસે શાળાના ટોયલેટ પણ સાફ કરાવવામાં આવતા હતા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ભણવા માટે આવેલા બાળકો પાસે શાળાનો કાદવ-ગંદકી સાફ કરાવનારા શિક્ષકો પર છોટા ઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક ગામડાઓમાં કેટલીક શાળાઓ એવી છે કે, જેમાં બાળકોને શાળાના મેદાનમાં કે, ઝૂંપડામાં બેસાડીને ભણાવવામાં આવે છે કારણ કે, શાળાનું બિલ્ડીંગ જર્જરિત છે અને જે શાળાની બિલ્ડીંગ સારી છે, તેમાં શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે વરસાદમાં શાળાની સફાઈ કરાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કઈ રીતે સુધરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp