અમરેલીની એક હોસ્ટેલમાં વોર્ડને બે દિવસ સુધી એક વિદ્યાર્થીને માર માર્યો

PC: Youtube.com

હોસ્ટેલમાં રેક્ટર દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના અમરેલીમાં સામે આવી છે. આ ઘટના છે અમરેલીના લાઠી રોડ પર આવેલી વિદ્યાસભા સંકુલની છે કે, જ્યાં કોઈ કારણોસર બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાબતે હોસ્ટેલને રેક્ટરને જાણ થતાં તેણે એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. આશિષ ઠુમર નામના રેક્ટરે વિદ્યાર્થીને એટલી હદે માર માર્યો કે, વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. હાલ આ વિદ્યાર્થીની અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર અમરેલીના ધારીના દેવડાગામનો ધોરણ 6નો એક વિદ્યાર્થી વિદ્યાસભા સંકુલમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીને નજીવી બાબતમાં હોસ્ટેલના રેક્ટર દ્વારા સતત બે દિવસ સુધી માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના વાલીઓને થતાં તેમણે બાળકને સારવાર અર્થે હોસ્પિટલના ખસેડ્યો હતો અને રાત્રે જ પોલીસ સ્ટેશનમાં રેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈ દેવડાના ગામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ ઘટના પરથી કેટલાક સવાલો એ ઊભા થાય છે કે, માત-પિતા બાળકના સારા ભણતર માટે તેને હોસ્ટેલમાં ભણવા માટે મોકલે છે પણ આ હોસ્ટેલમાં જ બાળકોને ક્રૂરતાથી માર મારવામાં આવે છે. હોસ્ટેલનું પરિણામ સારું લાવવા માટે અને હોસ્ટેલની વાહ વાહ થાય તે માટે બાળકોને ક્રૂરતાપૂર્વક માર મરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp