લ્યો બોલો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ નથી ખબર પરીક્ષા કેમ રદ્દ થઇ

PC: youtube.com

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ એકાએક કારણ આપ્યા વગર પરીક્ષા રદ્દ કરવા બાબતે એક પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો અને અંતે કારણ શૈક્ષણિક લાયકાત વધારવાના કારણે પરીક્ષા રદ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે સરકાર મંત્રીઓ એક બીજા પર ખો આપી રહ્યા છે. ખૂદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને એવું કહી રહ્યા છે કે, ક્યા કારણે પરીક્ષા મુલતવી રખાઈ છે, તેની માહિતી અત્યારે મારી પાસે નથી.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે મને પણ હમણાં જાણવા મળ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા યોજાવાની હતી, તે મુલતવી રાખવામાં આવી છે. સરકાર તરફથી ગૌણ સેવા પ્રસંદગી મંડળને સુચના આપવામાં આવી છે કે, હમણા બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી આ પરીક્ષા મુલતવી રાખવી, આ પ્રમાણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ક્યા કારણે પરીક્ષા મુલતવી રખાઈ છે, તેની માહિતી અત્યારે મારી પાસે નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા સામાન્ય વહીવટી વિભાગ અને શિક્ષણમંત્રી હસ્તક છે. સ્વભાવિક છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ વધુ શિક્ષિત પ્રાપ્ત થાય તેમ કરવા માટે કદાચ સરકારે વિચારણા કરી હોય, પણ તેનું નક્કર કારણ મારા ધ્યાને નથી.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 પાસ થયેલા લાખો વિદ્યાથીઓએ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાના ફોર્મ ભર્યા હતા અને પરીક્ષા પાસ કરવા માટે મહેનત પણ શરૂ કરી હતી પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર બહાર પાડતાની સાથે લાખો વિદ્યાર્થીઓ નિરાસ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp