GTUમાં 28 એપ્રિલથી પરીક્ષા, 4.5 લાખ વિદ્યાર્થીઓ, 275 કેન્દ્રો

PC: justdial.com

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીઓંમાંની એક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જી.ટી.યુ ) ની તમામ 275 પરીક્ષા કેન્દ્રોમાં 28 એપ્રિલ, 2018 થી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ લેવામાં આવશે કે જેમાં 4.5 લાખ થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પરીક્ષા દરમિયાન ગેરરીતી રોકવા માટે દરેક કોલેજોમાં સીસીટીવી કેમેરા અને જી.ટી.યુ. સ્કોડ દ્વારા વિદ્યાર્થીઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જી.ટી.યુ. તરફથી દરેક પરીક્ષા કેન્દ્રમાં ઓબ્ઝર્વર મોકલવામાં આવશે.

આ ઉનાળુ સત્રની પરીક્ષા 28 એપ્રિલ એ શરૂ થશે અને 6 જુન, 2018 એ પૂર્ણ થશે. જેમાં બેચલર ઓફ એન્જીનીયરીંગ (બી.ઇ.) (સેમેસ્ટર 1 થી 8) ની લેખિત પરીક્ષા 28 એપ્રિલ થી 1લી જૂન દરમિયાન લેવામાં આવશે. ડીપ્લોમાં એન્જીનીયરીંગ (ડીપલોમાં.ઇ.) ની લેખિત પરીક્ષા 24 એપ્રિલ થી 1લી જૂન દરમિયાન લેવામાં આવશે.

બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.) ની પરીક્ષા 28 એપ્રિલ થી 1લી જૂન દરમિયાન લેવામાં આવશે. માસ્ટર ઓફ એન્જીનીયરીંગ (એમ.ઇ.) ની પરીક્ષા 1લી મે 2018 ના રોજ ચાલુ થશે અને 25મી મેના રોજ પૂર્ણ થશે. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમ.બી.એ) ની પરીક્ષા 30 એપ્રિલ ના રોજ ચાલુ થશે અને બીજી જૂનના રોજ પૂર્ણ થશે. અને માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન (એમ.સી.એ) ની પરીક્ષા 30મી એપ્રિલ ના રોજ ચાલુ થશે અને બીજી જૂન ના રોજ પૂર્ણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp