RTE અન્વયે 25% પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા તક ઝડપી લો

PC: counterview.org

સૌ પ્રથમ www.rtegujarat.org ની વેબસાઈટ પર જવું ત્યાં તમને નવા ફોર્મ ભરવા માટે નવી અરજી પર ક્લિક કરવું.

નવી અરજી પર ક્લિક કરતાં 4 પેજ આવશે. જેમાં પ્રથમ પેજમાં બાળક,પિતા-માતા અને વાલીની નામ,જન્મતારીખ અને આધારની માહિતી ભરવાની છે અને માહિતી ભર્યા બાદ save and Continue બટન પર ક્લિક કરવાનું છે.

ત્યાર બાદ બીજા પેજમાં અરજીપત્રકનો બીજો ભાગ ખુલશે જેમાં બાળક/ માતા-પિતાની બેન્ક એકાઉન્ટ,સંપર્ક માહિતી અને સરનામાની માહિતી (ઘર નંબર,શેરીનું નામ,ગામ,તાલુકો,જિલ્લા)ની વિગત ભરી *locate my address* પર ક્લિક કરી ગૂગલ દ્વારા તમારા રહેઠાણ દર્શાવેલ નકશો જોઈ શકાશે ત્યાર બાદ *save and Continue*...

ત્યાર બાદ આપના સ્ક્રીન પર આવેલ એપ્લિકેશન નંબર નોંધી લેજો,જે પછી અરજીમાં સુધારા વધારા માટે કામ લાગશે.

ત્રીજો પેજ શાળાની પસંદગી આપના સરનામાની નજીકની શાળાનું ખુલશે,જેમાં આપ આપની નજીકની શાળાઓની પસંદગી કરી અને *Save and Continue* કરવાનું રહેશે.

4 પેજ ફોર્મની ખાતરી કરવાનુ છે જેમાં આપે ભરેલ ફોર્મ આપને ભરેલું જોવા મળશે જેને તપાસી આપને લાગે કે તેમાં સુધારા કરવા છે તો *edit* બટન પર ક્લિક કરવું અથવા જો આપને લાગે છે કે સંપૂર્ણ માહિતી સાચી છે તો *confirm* બટન પર ક્લિક કરવું. પછી થી તમને પૂછવામાં આવશે કે તમારે અરજી ફાઇનલ સબમિટ કરવી છે *Yes* કે *no* તો તમારે જો અરજી ફાઇનલ સબમિટ કરવી હોય તો *Yes* અને ન કરવી હોય તો *No* પર ક્લિક કરવું.

ફાઇનલ સબમિટ કર્યા પછી કોઈ સુધારા-વધારા થશે નહીં,ફાઇનલ સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ લઇ જરૂરી પુરાવા સાથે જમા કરવાનું રહેશે.આપના નજીકના રિસીવિંગ સેન્ટરની યાદી વેબસાઈટ પર મૂકેલ છે.આપની અરજી હાલ ક્યાં છે તેની સ્થિતિ પણ આપ જોઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp