17 રાજ્યોની 650 શૈક્ષણિક સંસ્થાઓ પૈકી GTUને એવોર્ડ મળ્યો

PC: gtu.ac.in

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સમાજ ઉપયોગી કાર્યક્રમોની રાષ્ટ્રીય સ્તરે કદર થઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલી શિક્ષણ અને કૌશલ્યો માટેની એશિયન શિખર પરિષદમાં 17 રાજ્યોની 650 શૈક્ષણિક સંસ્થાઓમાંથી આઈડીએ એજ્યુકેશન એવોર્ડ જીટીયુને હાંસલ થયો હતો.

15 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં મોરેશિયસના શિક્ષણ મંત્રી લીલા લુચૂમુન તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના હસ્તે આ એવોર્ડ જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠને એનાયત કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયા ડાયડેક્ટીક્સ એસોસિયેશન તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને નીતિ આયોગ તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન અને દિલ્હીના શિક્ષણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આ પરિષદ યોજવામાં આવી હતી. પરિષદમાં ભાવિ વિશ્વમાં શિક્ષણ પદ્ધતિ વિશે નિષ્ણાતોએ ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ અને કૌશલ્યાના સમન્વય વિશે ચર્ચા-વિચારણા કરી હતી. તે પરિષદમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ બાબતે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જીટીયુના વાઈસ ચાન્સેલરે જણાવ્યું હતું કે જ્ઞાતિઓને પરંપરાગત શિક્ષણની સાથોસાથ તેઓના જીવનમાં ઉપયોગી બને એવી બાબતોને આવરી લેવા માટે આપવામાં આવે છે. જીટીયુ તરફથી સમાજમાં કંઈક પ્રદાન થઇ શકે તેના માટે એન.એસ.એસ, વિશ્વકર્મા યોજના અને ગ્રામ વિકાસ ના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જીટીયુ અને 480 કોલેજોના પ્રાધ્યાપકો તેમજ સ્ટાફની આ કામગીરી સામાજિક અસર ઊભી કરી શક્યા તેની કદરરૂપે અમને આ એવોર્ડ મળ્યો તેનો અમને આનંદ છે.

સમારોહમાં મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિદ્યાર્થીઓને માટે બોજરૂપ બનાવવાને બદલે તેઓ આનંદથી ભણતા થાય તેના માટે આપણે ઇનોવેટિવ પદ્ધતિઓ શોધવી પડશે. દિલ્હીમાં અમે અભ્યાસક્રમમાં 25 ટકા કાપ મૂક્યો છે. અમે કેન્દ્ર સરકારને પણ અભ્યાસક્રમમાં 50 ટકા ઘટાડો કરવાની શક્યતા વિશે વિચારણા કરવા અનુરોધ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp