ગુજરાત સરકારની અનોખી પહેલ: શરૂ થશે સ્કૂલ ઓન વ્હીલ

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના અગરીયા વિસ્તારના શ્રમિકોના બાળકોને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવા માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે પ્રોજેક્ટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં મોબાઈલ સ્કૂલ (હરતી ફરતી શાળા, સ્કૂલ ઓન વ્હીલ)ની શરૂઆત કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલ ઓન વ્હીલ દ્વારા 3.50 લાખના રૂપિયાના ખર્ચે એક બસ દ્વારા સર્વ શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન શરૂ કરવા બસમાં સરકાર દ્વારા સોલાર સિસ્ટમ, ગ્રીન બોર્ડ, PVC ફ્લોરિંગ, TV, D2H સેટઅપ બોક્સ, પીવાના પાણીની સુવિધા અને 18 જેટલા રાઇટિંગ ડેસ્કની સુવિધા આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને ભરૂચ જિલ્લાના અગરીયા વિસ્તારના શ્રમિક પરિવારોના બાળકોને પાયલોટ પ્રોજેક્ટની સ્કૂલ ઓન વ્હીલ દ્વારા ભણાવવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટની સ્કૂલ ઓન વ્હીલની એક બસની સફળતા બાદ ગુજરાત સરકાર દ્વારા 30 જેટલી બસને માર્ગ વાહન વ્યવહાર નિગમના સહયોગથી સ્કૂલ ઓન વ્હીલ તરીકે કાર્યરત કરવામાં આવશે. સરકારના સ્કૂલ ઓન વ્હીલ અભિયાન દ્વારા 1,200 જેટલા બાળકોને ઘરે બેઠા ભણવાનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp