બેંક ક્લાર્ક માટે આવી છે 7275 જગ્યાઓ પર ભરતી

PC: askiitians.com

ઈન્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ 7275 બેંક ક્લાર્ક માટેની વેકેન્સી બહાર પાડી છે. તેમાં સૌથી વધુ 944 જગ્યા પર વેકેન્સી ઉત્તર પ્રદેશ માટે છે. જ્યારે, તામિલનાડુ માટે 792 અને મહારાષ્ટ્ર માટે 772 ખાલી પડેલી જગ્યાઓ માટે વકેન્સી બહાર પાડવામાં આવી છે. બિહારમાં માત્ર 178, જ્યારે ઝારખંડમાં માત્ર 110 સીટો પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

ઓનલાઈન એપ્લિકેશન આપવા માટેની તારીખ 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધીની રાખવામાં આવી છે. આ દરમિયાન અરજી કરનાર વ્યક્તિ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પાછળથી તેમાં બદલાવ પણ કરી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે. ક્લાર્ક માટે એન્ટ્રન્સ એક્ઝામ ડિસેમ્બરમાં ચાર દિવસ 8, 9, 15 અને 16 તારીખે લેવામાં આવશે. અરજી કરનાર વ્યક્તિ નવેમ્બરમાં એક્ઝામ માટેનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરનારા લોકો માટે મેઈન્સ એક્ઝામ 20 જાન્યુઆરી, 2019નાં રોજ લેવામાં આવશે. એપ્રિલ 2019 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયામાં કુલ 18 નેશનલ બેંકો ભાગ લઈ રહી છે. તે માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં એક માર્ક્સનાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે મેઈન્સ એક્ઝામમાં 200 માર્ક્સ માટે 190 પ્રશ્નો પૂછવામાં આવશે. આ એક્ઝામ માટેની વધુ માહિતી IBPSની વેબસાઈટ https://www.ibps.in/ પરથી મેળવી શકાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp